વેજ બાર્બેક્યુ સિઝલર (Veg. Barbeque Sizzler Recipe In Gujarati)

વેજ બાર્બેક્યુ સિઝલર (Veg. Barbeque Sizzler Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
🍚સૌપ્રથમ રાઈસ બનાવવા માટે એક કડાઈમાં તે લઈ તેમાં બધા વેજિટેબલ્સ ઉમેરો તેમાં મીઠું ઉમેરી પાંચ મિનિટ માટે તેને ચડવા દો ચડી જાય પછી તેની અંદર ફ્રાઈડ રાઈસ મસાલો અને ચોખા ઉમેરી દો છેલ્લે કોથમીર અને લીલી ડુંગળી છાંટી દો પનીર ઉમેરવું હોય તો ઉમેરી શકો
- 2
🍢બાર્બેક્યુ પનીર મેરીનેટ કરવા માટે દહીં લો તેની અંદર બેસન corn flour બધા જ મસાલા ઉમેરો અને કસુરી મેથી હાથેથી મસળીને ઉમેરી દો હવે તેમાં પનીરના પીસ બે કલાક માટે મેરીનેટ થવા મૂકી દો આમાં તમે કેપ્સિકમ અને ટામેટાના પણ ઉમેરી શકો છો
- 3
🍢મેરીનેટ થયેલા પનીર ને સૌપ્રથમ નોનસ્ટિક ઉપર શેકી લો ત્યારબાદ ગેસ ઉપર એક જાળી મૂકી અને તેની ઉપર પનીરના પીસ રાખો અને શેકાવા દો એટલે સ્મોકિ ફ્લેવર આવી જશે
- 4
🥔આલુ tq માટે બટેટાના મેષ કરી લો તેની અંદર વટાણા 9કોથમીર ઉમેરો ઓરેગાનો ગરમ મસાલો આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી કોર્ન ફ્લોર ને મીઠું ઉમેરી તેની ટિક્કી બનાવી લો હવે કોન ફ્લોર બેટર બનાવી તેની અંદર ટિકિ ઉમેરી બ્રેડ ક્રમ્સ અને પૌવા નો ભૂકો છે તેમાં રગદોળી તળી લો અથવા શેલો ફ્રાય કરો
- 5
🫑🍅ભરેલા કેપ્સીકમ અને ટામેટા ની રેસીપી મેં આગળ શેર કરેલી છે
- 6
🥗🥘વેજિટેબલ્સ માટે સૌ પ્રથમ બધા કટ કરેલા વેજિટેબલ્સ માં મીઠું ઉમેરી છથી સાત મિનિટ માટે steam કરી લો હવે એક કડાઈમાં 1/2ચમચી તેલ લઈ તેમાં વેજિટેબલ્સ અને મરી પાઉડર અને આદુ-લસણની પેસ્ટ ઉપરથી એક ચમચી ઓલિવ-ઓઇલ ઉમેરી દો
- 7
🍟ફ્રેન્ચ ફ્રાઈસ માટે કાપેલી બટેટાની ચિપ્સ ને બે મિનિટ મીઠું નાખી અને ગરમ પાણીમાં ઉકાળો ત્યારબાદ તેને કપડાથી એકદમ સરસ ડ્રાય કરી દો પછી તેને ડીપ ફ્રાય કરી લો
- 8
બાર્બેક્યુ સોસ બનાવવા માટે એક કઢાઈમાં એક ચમચી તેલ ઉમેરી તેમાં ડુંગળી અને ટામેટાંને સાંતળો પછી તેમાં અડધો કપ ટોમેટો કેચઅપ mustard sauce ચીલી સોસ ઓરેગાનો અને કોર્નફ્લોર નું પાણી ઉમેરો પાંચ મિનિટ માટે થવા દો 1/2ચમચી ખાંડ અને મીઠું ઉમેરો
- 9
પ્લેટીંગ માટે sizzler plate ને ગેસ પર એકદમ ગરમ કરો બીજી બાજુ કોલસો ગરમ કરો પ્લેટ માં કોબીજ ના પાન મૂકો અને તેમાં બધી જ વસ્તુને એકદમ સરસ ગાર્નિશ કરો હવે હવે કોબીના પાણી નીચે થોડું બટર ઉમેરો એટલે એકદમ સરસ સ્મોક બહાર આવશે અને તમારે સ્મોક ફ્લેવર જોઈતો હોય તો ગરમ કોલસાની એક વાટકીમાં મૂકી અને તેની ઉપર ઘી નાખી અને બે મિનિટ માટે બંધ રહેવા દો
Keywords
Similar Recipes
More Recipes
- એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
- વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
- ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
- પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
- ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)




















ટિપ્પણીઓ (2)