ઇટાલિયન સિઝલર(Italian Sizzler Recipe in Gujarati)

સિઝલર નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય. સીઝલર એ મોસ્ટ ઓફ્લી બધા ને ભાવતું જ હોય છે. એક સાથે પાસ્તા,ફ્રાઈસ,રાઈસ વગેરે એક જ ડિશ માં આવી જાય અને ગરમાં ગરમ સર્વ કરવા માં આવે એ સિઝલર.મે સિઝલર ઘરે પેલી વાર j બનાવ્યું છે આમ તો રેસ્ટોરન્ટ નું ખાધું છે પણ ઘરે બનાવેલું સીઝલાર રેસ્ટોરન્ટ કરતા પણ સારું બન્યું તું જેની રેસીપી હું અહી મુકું છું.
#GA4
#week18
#frenchbeans
#sizzler
ઇટાલિયન સિઝલર(Italian Sizzler Recipe in Gujarati)
સિઝલર નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય. સીઝલર એ મોસ્ટ ઓફ્લી બધા ને ભાવતું જ હોય છે. એક સાથે પાસ્તા,ફ્રાઈસ,રાઈસ વગેરે એક જ ડિશ માં આવી જાય અને ગરમાં ગરમ સર્વ કરવા માં આવે એ સિઝલર.મે સિઝલર ઘરે પેલી વાર j બનાવ્યું છે આમ તો રેસ્ટોરન્ટ નું ખાધું છે પણ ઘરે બનાવેલું સીઝલાર રેસ્ટોરન્ટ કરતા પણ સારું બન્યું તું જેની રેસીપી હું અહી મુકું છું.
#GA4
#week18
#frenchbeans
#sizzler
રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા માટે: સૌ પ્રથમ એક કડાઈ માં પાણી ગરમ મૂકવું. પાણી ઉકળે એટલે મીઠું અને પાસ્તા ઉમેરી ને ૧૦-૧૫ મિનિટ બોઇલ કરવા પાસ્તા ચડે ત્યાં સુધી અને તેમાં ૧ ચમચી તેલ ઉમેરવું
- 2
ત્યારબાદ ગેસ બંધ કરી પાસ્તા માંથી પાણી નિતારી લેવું અને તેમાં ઠંડુ પાણી ઉમેરી ને નિતારી લેવું પછી તેમાં તેલ ઉમેરી ને રાખી દેવું.
- 3
ત્યારબાદ એક કડાઈ માં તેલ ઉમેરી તેમાં બધા વેજીસ ઉમેરવા અને સાંતળવા
- 4
થોડી વાર સાંતળ્યા પછી તેમાં મીઠું,મિક્સ હર્બસ,ચિલી ફ્લેક્સ,લાલ મરચું પાઉડર,ચીઝ સ્પ્રેડ,પાસ્તા સોસ અને મેજિક મસાલો ઉમેરી ને બરાબર મિક્સ કરવું.
- 5
પછી તેમાં બોયલ કરેલા પાસ્તા ઉમેરવા અને બરાબર મિક્સ કરવું.પછી તેની પર કોથમીર ભભરાવી ને ઢાંકી ને સાઇડ માં રાખી દેવું.
- 6
રાઈસ માટે: સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ઉમેરી ને તેમાં સમારેલા વેજિસ ઉમેરવા અને થોડી વાર સાંતળવા.
- 7
પછી તેમાં મીઠું, હળદર પાઉડર,લાલ મરચું પાઉડર અને મેજિક મસાલો ઉમેરી ને બરાબર મિક્સ કરવું.
- 8
ત્યાર બાદ તેમાં સોયા સોસ અને બોયલ કરેલ કૂક રાઈસ ઉમેરી ને ધીમે ધીમે મિક્સ કરવા.જેથી રાઈસ તૂટે નહિ.
- 9
પછી તેમાં લીલી ડુંગળી નો લીલો ભાગ અને કોથમીર થી ગાર્નિશ કરવું
- 10
ફ્રેન્ચ ફ્રાઈસ માટે:સૌ પ્રથમ બટેટા ની છાલ ઉતારી ને તેને લાંબી ચિપ્સ માં કાપી લેવું.
- 11
પછી તેને ૨-૩ પાણી થી સાફ કરી એક નેપકીન માં ફેલાવી લેવા જેથી નેપકીન પાણી ચૂસી લે.
- 12
ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ કરવું પછી તેમાં કોર્ન ફ્લોર રગદોળી ને રાખેલ ચિપ્સ ને કડાઈ માં ઉમેરી ને મધ્યમ આંચ પર ફ્રાય કરવી.સરસ ચાળી જાય એટલે તેલ નિતારી કાઢી લેવી.
- 13
પનીર માટે:સૌ પ્રથમ પનીર ના લાંબા ટુકડા કરી લેવા.પછી તેને કોર્ન ફ્લોર થી કોટ કરી લેવું
- 14
પછી તેને એક કડાઈ માં કે પેન માં સેલો ફ્રાય કરી લેવું બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી.
- 15
વેજ સ્ટોક માટે: એક ચમચી તેલ કડાઈ માં ઉમેરી ને થોડું ગરમ થવા દેવું તેલ ગરમ થાય એટલે તેમાં આદું અને લસણ ઉમેરવા અને સાંતળવા.
- 16
પછી તેમાં લીલી ડુંગળી,ગાજર,કોબી અને કેપ્સીકમ ઉમેરી ને સાંતળવા.પછી તેમાં મીઠું અને સોયા સોસ ઉમેરવા અને ત્યારબાદ તેમાં કોર્ન ફ્લોર અને પાણી ના મિશ્રણ ને ઉમેરી ને ઉકળવા દેવું.પછી ગેસ બંધ કરી દેવો.
- 17
બધું તૈયાર થાય પછી સિઝલર ને પ્લેટ ને ગેસ પર ગરમ મૂકવી પ્લેટ ગરમ થાય એટલે તેમાં કોબી ના પાન રાખવા પછી તેમાં તૈયાર કરેલા પાસ્તા,રાઈસ,પનીર અને ફ્રાઈસ રાખવા પછી તેની પર ગરમ વેજ સ્ટોક ઉમેરી ને ગરમા ગરમ સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
- એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
- પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
- ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
- વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
- ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)




























ટિપ્પણીઓ (4)