રાઈસ વર્મેસીલી વેજીટેબલ ઉપમા (Rice Vermicelli Vegetable Upma Recipe In Gujarati)

રાઈસ વર્મેસીલી વેજીટેબલ ઉપમા (Rice Vermicelli Vegetable Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલીમાં રાઇસ વર્મેસીલી ડૂબે તેટલું પાણી લેવું. પછી પાણી ગેસ પર ગરમ કરવા મૂકવુ. હવે પાણી ઉકળે એટલે તેમાં કાચી રાઈસ વર્મેસીલી ઉમેરવી અને તેને બે મિનીટ ઉકળવા દેવી અને ગેસ બંધ કરી દેવો. પછી એક ચારણીમાં બાફેલી વર્મેસીલી કાઢી પાણીને નીતારી દેવું. હવે ઉપમા બનાવવા જોઈતી બધી સામગ્રી તૈયાર કરવી.
- 2
હવે એક પેનમાં તેલ લઇ તેમાં રાઈ, હિંગ ઉમેરો. પછી રાઈ તતડે એટલે તેમાં કાચી શીંગ ઉમેરી જરા વાર સાંતળવા દેવું. પછી તેમાં લીમડો,ઝીણા સમારેલા લીલા મરચા,ઝીણી સમારેલી ફણસી, ઝીણું સમારેલું ગાજર, દાળિયા, ઝીણી સમારેલી લીલી ડુંગળી ઉમેરી બધા શાક બરાબર બફાઈ જાય ત્યાં સુધી ધીમા તાપે થવા દેવું. પછી તેમાં બાફેલી રાઈસ વર્મેસીલી, હળદર,મીઠું ઉમેરો.
- 3
હવે બધું બરાબર મિક્સ કરી બે મિનિટ ગેસ પર રહેવા દેવું. પછી તેના કોથમીર ઉમેરી હલાવી નાખો. આપણી રાઈસ વર્મેસીલી વેજિટેબલ ઉપમા તૈયાર થઈ ગઈ. હવે તેને સર્વિંગ બાઉલમાં લઈ ગરમાગરમ ખાવાનો આનંદ માણો.
Keywords
Similar Recipes
More Recipes
- કોથમીર ની સુકવણી(Kothamir Sukavani Recipe In Gujarati)
- કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
- કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું જૈન શાક (Kathiawadi Cashew - Ganthiya Jain Sabji Recipe In Gujarati)
- ડપકા કઢી(Dapka Kadhi Recipe In Gujarati)
- ડ્રાય ફ્રુટ મઠો (Dry Fruit Matho Recipe In Gujarati)








ટિપ્પણીઓ (4)