રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથી મુઠીયા બનાવવા માટે એક વાસણમાં બેસન ઘઉંનો જાડો લોટ,હળદર મીઠું, ધાણાજીરું, ખાંડ અને આદુ મરચાની પેસ્ટ લેવી. ત્યારબાદ તેમાં મેથી અને થોડું પાણી ઉમેરો.
- 2
હવે તેમાં ચપટી જેટલો ખાવાનો સોડા અને લીંબુનો રસ ઉમેરી બધું મિક્સ કરવું. ત્યારબાદ હાથ માં થોડું તેલ લગાવી બનાવેલા મિશ્રણમાંથી નાના-નાના બોલ્સ વાળવા.
- 3
તૈયાર કરેલ આ બોલ્સને ગરમ તેલમાં મીડીયમ તાપ પર તળવા. આ રીતે બધા મુઠીયા તળી લેવા.
- 4
તૈયાર થયેલા મેથીના મુઠીયા ને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરવા. આ મુઠીયાને એર ટાઈટ ડબ્બામાં ભરીને લાંબો સમય સુધી રાખી શકાય છે. જેનો ઉપયોગ ઊંધિયું અથવા દાણા મુઠીયા ના શાકમાં પણ કરી શકાય છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14458376













ટિપ્પણીઓ (4)