પુલાવ-કઢી (Pulao Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા ને ધોઈ ને 20મીનીટ પલાળી રાખો.
- 2
ચોખા નુ 3 ગણું પાણી લઈ તજ, તમાલપત્ર, ચકરીફુલ લીંબુ નો રસ, 1 ચમચી ઘી, મીઠું નાંખી ગરમ કરો. હવે ચોખા નાંખી ચઢવા દેવા.ચઢી જાય એટલે ચારણી મા કાઢી લેવા.
- 3
હવે વટાણા, ગાજર, ફણસી બાફી લેવા.
- 4
હવે એક પેન મા ઘી લઈ કાજુ સેકી લેવા. હવે બાકીના ઘી માં બાફેલા શાકભાજી સોતળવુ. બધુ ઓસાવેલા ભાત મા નાંખી લાલ દરાખ નાંખી હલાવી લો.
- 5
કઢી માટે દહીં વલોવી બેસન નાંખી હલાવી પાણી નાંખી મીઠું, મરચું, ખાંડ નાખી હલાવી ઉકાળો.
- 6
હવે વઘારીયામા ઘી મુકી રાઈ, જીરુ, મેથી દાણા નાંખી હિંગ નાંખી કઢી પત્તા નાંખી વઘાર કઢી મા નાંખી હલાવી લો.
- 7
તૈયાર છે પુલાવ- કઢી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14475455



















ટિપ્પણીઓ (3)