મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)

Khushbu Japankumar Vyas
Khushbu Japankumar Vyas @Khush

#GA4 #Week19 #Methi
મેથી રીંગણાનું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે તો ચાલો બનાવીએ મેથી રીંગણા નું શાક

મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4 #Week19 #Methi
મેથી રીંગણાનું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે તો ચાલો બનાવીએ મેથી રીંગણા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ઝૂડી સમારેલી મેથી
  2. 250 ગ્રામરીંગણા
  3. 2 નંગસમારેલા ટામેટા
  4. 1 ચમચીલસણની ચટણી
  5. 1ચમચો તેલ
  6. ૧ ચમચીરાઈ
  7. 1 ચમચીજીરૂ
  8. 1 ચમચીહિંગ
  9. 1 ચમચીહળદર
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  12. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથીને સારી રીતે સમારી અને રીંગણાને સમારીને ધોઈ લો પ્રેશર કુકરમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ અને હીંગ ઉમેરો

  2. 2

    ત્યારબાદ તેમાં સમારેલા ટામેટાં અને લસણની ચટણી ઉમેરો ત્યારબાદ તેમાં મેથી તેમજ રીંગણા ઉમેરો

  3. 3

    ત્યારબાદ તેમાં ઉપર મુજબના બધા મસાલા એડ કરો જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી અને ત્રણથી ચાર સીટી વગાડો

  4. 4

    તો તૈયાર છે આપણું મેથી રીંગણા નુ શાક આ શાકને રોટલા તેમજ રોટલી સાથે સર્વ કરવામાં આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu Japankumar Vyas
પર

Similar Recipes