મેથી ની ભાખરી (Methi Bhakhri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકી ને ધોયેલી મેથી ને અને કોથમીર ને શેકી લેવી અને તેમાં ચપટી મીઠું ઉમેરી ને સાંતળવી.જેથી પાણી બળી જાય અને મેથી સોફ્ટ થય જાય આ રીતે કરવાથી મેથી ની કડવાશ પણ ઓછી થઈ જશે.
- 2
ત્યારબાદ એક મોટા વાસણમાં જીણો અંને જાડો લોટ ઉમેરવો ત્યાર બાદ તેમાં શેકેલી મેથી, આદુ મરચા ની પેસ્ટ,મીઠું,તલ અને અજમો ઉમેરી ની બરાબર મિક્સ કરી લો.
- 3
આ ભાખરી માં પાણી ની સાવ ઓછી જરૂર પડે છે માટે અહી માટે ૧ થી ૨ ચમચી જેટલું પાણી ઉમેરી ને લોટ કઠણ લોટ બાંધવો.
- 4
પછી તેના એક સરખા લુવા વાળી દેવા. ત્યારબાદ તેની નાની નાની ભાખરી વણી લેવી.
- 5
પછી તેને નોન સ્ટીક તવી પર ધીમી આંચ પર બંને બાજુ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ઘી થી શેકી લેવી.
- 6
પછી તેને ચા સાથે સર્વ કરવી. આ ભાખરી બજાર જેવી જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476790
















ટિપ્પણીઓ (2)