પાલક સૂપ (Palak Soup Recipe in Gujarati)

પાલક સૂપ (Palak Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન ને ગરમ કરો. અને તેમા 2 ચમચી બટર ઉમેરો. બટર મેલ્ટ થાય એટલે લવિંગ, તેજ પત્તુ અને તજ ઉમેરો. થોડી સેકન્ડ માટે સાંતળો.
- 2
ત્યારબાદ લસણ અને ડુંગળી ઉમેરો. 1-2 મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં પાલક ઉમેરો. સરખું મિક્સ કરો. અને 3-4 મિનિટ સુધી પકાવો.
- 3
પછી ફ્લેમ બન્ધ કરી દો. અને આ મિશ્રણ ને એક બાઉલ માં કાઢી લો. અને ઠંડુ થવા દો.
- 4
ઠંડુ થયા પછી મિક્સર જાર માં લઇ બ્લેન્ડ કરી પેસ્ટ બનાવો.
- 5
હવે આગળ ઉપયોગ કરેલુ પેન જ ગરમ કરો અને આ પેસ્ટ ઉમેરો. પછી તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરો. અને ચલાવતા રહો સતત. ફ્લેમ થોડી વધારી દો.
- 6
2 મિનિટ પછી તેમાં મીઠું અને બ્લેક પેપર પાઉડર ઉમેરો. સરખહ મિક્સ કરો. ઓછી બોઇલ આવે તેની વેઇટ કરો. બોઇલ આવે પછી 1/4 કપ દૂધ માં 1 ચમચી કોર્ન ફ્લોર ઉમેરી મિક્સ કરો. અને આ દૂધ ધીમે ધીમે ઉમેરો અને ચલાવતા રહો.
- 7
થોડી વાર પછી ઘટ્ટ થઈ જશે. 3-4 મિનિટ કુક કરો. અને પછી 2 ચમચી ફ્રેશ ક્રીમ ઉમેરો. મિક્સ કરો સરખું અને ફ્લેમ બન્ધ કરી દો.
- 8
સર્વિંગ બાઉલ માં કાઢી લો. અને ગરમ ગરમ સર્વ કરો. ઊપરથી ક્રીમ થી ગાર્નિશ કરો. એન્જોય ઇટ.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (6)