દુધી અને લીલા લસણ ના થેપલા (Dudhi-Lasan na Thepla recipe in Gujarati)

#GA4
#WEEK20
#THEPLA
#healthyfood
હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!!!
આશા છે મજામાં હશો.....
આજે અહીંયા વીક ૨૦ માટે મેં થેપલા નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. જેમાં મેં દૂધી અને લીલા લસણ નો ભરપૂર ઉપયોગ કર્યો છે. શિયાળામાં લીલું લસણ ખાવાની વધારે મજા આવે છે. અને દુધી એક એવો ઓપ્શન છે જે જનરલી મોટેરા અને નાના બાળકો ખાવા નથી કરતા. તેથી મેં અહીંયા દૂધીનો ઉપયોગ કરીને સરસ એવા થેપલા બનાવ્યા છે. આ થેપલા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. અને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો. આ થેપલા ના લોટ માં નહિવત પાણીનો ઉપયોગ થાય છે. તો ચાલો જોઈ લઈએ દૂધી અને લસણ ના થેપલા ની રેસીપી.........

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફોટા માં બતાવ્યાં મુજબ બધી સામગ્રીઓને રેડી કરી લો. હવે એક નવું દૂધીને છાલ કાઢીને છીણી લો. છીણેલી દૂધી માંથી પાણી નિતારી લો. એક મોટા બાઉલમાં દુધીનો છીણ અને લસણ મિક્ષ કરી લો. હવે તેલનું મોણ, દહીં અને બાકીના બધા મસાલા ઉમેરી દો. ફોટા માં બતાવ્યાં મુજબ બધા મસાલા અને દુધી ને બરાબર મિક્સ કરી લો.
- 2
હવે ઉપરના મિશ્રણમાં ધીમે ધીમે ઘઉંનો લોટ ઉમેરતા જાઓ. લોટના મિશ્રણમાં પાણી ઉમેરવાની ઉતાવળ કરવી નહીં. દુધી અને દહીંનું પાણી છૂટશે એટલે લોટ આપોઆપ બંધાઈ જશે. આમ તો પાણી વગર જ થેપલા નો લોટ બંધાઈ જશે પણ જો જરૂર લાગે તો એકદમ ઓછું નહિવત પાણી ઉમેરવું. જેમ જેમ લોટ મસળતા જશો અને લુઆ પાડતા જશો એમ પાણી ઉમેરવાની જરૂર પડશે નહીં.
- 3
હવે રેગ્યુલર થેપલા ની જેમ કે દૂધીના થેપલા ને વણી લો. બંને બાજુ તેલ મૂકીને શેકી લો. લાકડાના ડટટા વડે થેપલા ને દબાવી ને શેકી લો જેથી થેપલા બરાબર બધી સાઇડ થી શેકાઈ જાય.
- 4
તો રેડી છે મસ્ત મજાના દૂધી અને લીલા લસણ ના થેપલા...... જેને મેં અહીંયા ગોળ, મસાલા વાળુ દહીં અને કેરીના થોડા સાથે સવઁ કર્યા છે...... તમે બધા પણ જરૂરથી એકવાર આ થેપલા ની રેસીપી ટ્રાય કરશોજી.......
Keywords
Similar Recipes
More Recipes
- મેથી પાલક થેપલા અને થેપલા ટાકોસ (Methi Palak Thepa & Thepla Tacos Recipe In Gujarati)
- રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
- સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
- ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
- મેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ (Maggi Stuffed Pinwheel Sandwich Recipe in Gujarati)

ટિપ્પણીઓ (4)