ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો લેવો. પછી માં આપેલા પ્રમાણ મુજબ યીસ્ટ, બુરુ ખાંડ, અને મીઠું ઉમેરવુ. પછી એને સરખી રીતના મિક્સ કરી લેવું. પછી એમાં તેલ અને જરૂર મુજબ દૂધ ઉમેરી નરમ લોટ બાંધી લેવો. એ લોટને લગભગ બેથી ત્રણ કલાક માટે ફરમેન્ટન્ટ થવા મૂકી દેવું
- 2
બીજી બાજુ એક વાટકામાં બટર ઓધાળી લેવું. એમા ખમણેલું લસણ અને ઝીણી ઝીણી કોથમીર કાપીને ઉમેરવી. પછી તેને સરખી રીતે મિક્સ કરી લેવું. જરૂર મુજબ મીઠુ ઉમેરવું
- 3
લોટ સરખી રીતના ફરમેન્ટ થઈ જાય પછી એને વણી લેવું ગોળ શેપમાં. વણતા પેહલા ગેસ ઉપર એક કઢાઈમાં મીઠું લઈ એના ઉપર સ્ટેન્ડ મૂકી અને સ્ટેન્ડ ઉપર ટીન મૂકવું અને એને દસ મિનિટ માટે પ્રી હિટ કરી લેવું.
- 4
બીજી બાજુ વણેલા રોટલી ઉપર તૈયાર કરેલું મિશ્રણ ચોપડવું. પછી એક બાજુ વ્યવસ્થિત ચીઝ લગાડવું. પછી એ રોટલા ને બંધ કરી લેવું અને ઉપરથી પણ તૈયાર કરેલું મિશ્રણ ચોપડવું.
- 5
પછી એને 30 થી 35 મિનિટ માટે ગેસ ઉપર બેક કરવા મૂકી દેવું.
- 6
અંદાજે ૩૫ મિનિટ પછી તમારું ચીઝ ગાર્લિક બ્રેડ તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (6)