ઢેકરા (Dhekra Recipe in Gujarati)

#KS1
ઢેકરા સાઉથ ગુજરાત ની પારંપરિક ડીશ છે. જે સવારે કે સાંજે ચા સાથે ખાવા માં આવે છે. ઢેકરા બનાવતી વખતે તેનું પરફેક્ટ માપ બહુ જરૂરી છે. જો તમે પરફેકટ માપ થી બનાવશો તો એકદમ સોફ્ટ બનશે. નઇ કે તો તે ખૂબ કડક બને છે અથવા તો બહુ તેલ પી લે છે. એટલે અહીં હું તમારા માટે એક પરફેક્ટ માપ સાથે આ વાનગી લાવી છું આશા છે તમને જરુર થી ગમશે.
ઢેકરા (Dhekra Recipe in Gujarati)
#KS1
ઢેકરા સાઉથ ગુજરાત ની પારંપરિક ડીશ છે. જે સવારે કે સાંજે ચા સાથે ખાવા માં આવે છે. ઢેકરા બનાવતી વખતે તેનું પરફેક્ટ માપ બહુ જરૂરી છે. જો તમે પરફેકટ માપ થી બનાવશો તો એકદમ સોફ્ટ બનશે. નઇ કે તો તે ખૂબ કડક બને છે અથવા તો બહુ તેલ પી લે છે. એટલે અહીં હું તમારા માટે એક પરફેક્ટ માપ સાથે આ વાનગી લાવી છું આશા છે તમને જરુર થી ગમશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર ના દાણા ને કૂકર માં ૨ વ્હિસ્ટલ વગાડી ને બાફી લેવા.
- 2
એક વાત નું ખાસ ધ્યાન રાખશો કે તમે જે કપ ના માપ થી તુવેર ના દાણા લીધા છે એજ કપ ના માપ થી પાણી અને લોટ પણ લેસો. હવે એક કડાઈમાં માં પાણી નાખો. ત્યાર બાદ તેમાં આદુ અને મરચાં ની પેસ્ટ ઉમેરો.
- 3
પછી તલ અને ગોળ નાખી ને ગેસ પર તેને ગરમ થવા દો.
- 4
થોડું પાણી ગરમ થઇ એટલે તેમાં હળદર, બાફેલા તુવેર ના દાણા અને મીઠું નાખીને મિક્સ કરો.
- 5
પાણી હવે બરાબર ઉકળવા લાગે એટલે તેમાં ચોખા નો લોટ ઉમેરો.
- 6
ત્યાર બાદ ઘઉં નો લોટ, બાજરી નો લોટ ને બેસન ઉમેરી ને તેને બરાબર મીકસ કરી લો.
- 7
વેલણ ની મદદ થી તેને બરાબર મિક્સ કરી લો. જેવી રીતે આપડે ખીચું બનાઇ તે રીતે જ આને પણ મિક્સ કરી લો.
- 8
તમે જ્યારે મિક્સ કરો ત્યારે ગેસ ને એકદમ ધીમા તાપે કરી દો. બરાબર મિક્સ થઈ જાય અને લોટ કડાઈ છોડવા લાગે એટલે ગેસ બંધ કરી દો. અને એને ૧૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.
- 9
૧૦ મિનીટ પછી જ્યારે ઠંડુ પડે ત્યારે હાથ ની હથેળી પર થોડું તેલ લગાવી ને લોટ જેવું મસળી લો. આમ કરવાથી ઢેકરા સરસ પોચા બને છે.
- 10
હવે આ લોટ માંથી નાના નાના ગોળ પેડા જેવું બનાઇ ને અને બે હથેળી માં દબાઈ ને પેડા ત્યાર કરી લો.
- 11
એક કડાઇ માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઈ જાય એટલે આ પેડા ને તળી લો. બંને બાજુ થી અને સરસ રીતે તળી લો.
- 12
સરસ ગોલ્ડન બ્રાઉન થઇ જાય એટલે એને એક પ્લેટ માં કાઢી લો. અને ગરમાં ગરમ ચા સાથે પીરસો.
Similar Recipes
-
ઢેકરા (Dhekra Recipe In Gujarati)
#KS1તુવેર માંથી આપડે ઘણી રેસિપી બનાવતા હશું તો મેં આજે લીલી તુવેર માંથી ઢેકરા બનાવ્યા છે,ઢેકરા ને આપડે વડા પણ કય શક્યે. charmi jobanputra -
લીલી તુવેરના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1લીલી તુવેરના ઢેકરા::::::: ટામેટાં ની ચટણી Nisha Shah -
-
લીલી તુવેરના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1#ઢેકરા#cookpadgujrati#cookpadindia Kunti Naik -
ઢેકરા (Dhekra Recipe in Gujarati)
#KS1અનાવિલ બ્રાહ્મણ ની ફેમસ રેસિપિ જે શિયાળા માં વધુ બને છે....નાસ્તા માં ચા કે કોફી સાથે અથવા સૌસ ને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે. KALPA -
-
લીલી તુવેરના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1શીયાળામાં લીલી તુવેર ખુબ જ સરસ મળતી હોવા ને કારણે Viday Shah -
-
-
ઢેકરા (Dhekra Recipe in Gujarati)
#ks1ઢેકરા સાઉથ ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી છે. જેને સવારે કે સાજ ના ચા સાથે નાસ્તા મા લઇ શકાય છે. Krupa -
-
ઢેકરાં (Dhekra recipe in Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaઢેકરાં એ પરંપરાગત અને શિયાળુ વાનગી છે જે દક્ષિણ ગુજરાત ની ખાસ વાનગી છે. અનાવિલ બ્રાહ્મણ જાતિ ની ખાસિયત એવા ઢેકરાં તાજા તુવેર ના દાણા અને વિવિધ લોટ ના ઉપયોગ થી બને છે જે સ્વાદ માં તીખા અને ગળ્યા લાગે છે અને ચા કોફી કે ચટણી સાથે સરસ લાગે છે. Deepa Rupani -
-
-
-
ઢેકરા (Dhekra Recipe in Gujarati)
#KS1ખાસ શિયાળા માં બનાવવામાં આવતી વાનગી...મારા દાદી અને નાની આ વાનગી બનાવતા...હું મારા મમી પાસે થી શીખેલી ...તેમાં ખાસ કરીને લિલી તુવેર નો ઉપયોગ કરવામાં આવે છે અને શિયાળા માં એકદમ સારી મળે છે અને અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે . Ankita Solanki -
-
-
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
લીલી તુવેર ના ઢેકરા (Green Tuver Dhekra Recipe in Gujarati)
# KS1# Post 2 આ એક ટ્રેડીશનલ વાનગી છે.રિયલી ખાવા ની ખૂબ જ મઝા આવી. Alpa Pandya -
-
લીલી તુવેરના ઢેકરા(Green Tuver Dhekra Recipe in Gujarati)
#KS1#COOKPADGUJARATI#COOKPADINDIA Jigna Patel -
-
ઢેકરા (Dhekra Recipe in Gujarati)
#ks1#cookpadindia#cookpadgujrati🍪🍪 ઢેકરા બધા અલગ અલગ રીતે બનાવે છે, અને ઘણી જાતના બને છે, મેં આજે બાજરા ના લોટ ના ઢોકળા બનાવ્યા છે,👩🍳 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
લીલી તુવેર દાણા ના ઢેકરા
ઢેકરા સાઉથ ગુજરાત ની ખુબ જ પ્રખ્યાત અને ટ્રેડિશનલ વાનગી છે. એનો તીખો અને ગળ્યો સ્વાદ જ એના સ્વાદ ની ઓળખ છે. અને તેને ઠંડા અને ગરમ બંને રીતે ખાવા માં ટેસ્ટી લાગે છે. તો તમે પણ જરૂર થી ટ્રાય કરો. Prerna Desai -
-
લીલા વટાણાના ઢેકરા (Lila Vatana Dhekra Recipe in Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
More Recipes
ટિપ્પણીઓ (9)