શેર કરો

ઘટકો

૪૦-૫૦ મિનિટ
૪ સર્વિંગ્સ
  1. લોટ બાંધવા
  2. ૪ બાઉલઘઉં નો લોટ
  3. ૧ tspમીઠું
  4. ૩ tspતેલ
  5. ૧ tspચીલી ફ્લેક્સ
  6. ૧ tbspમિક્સ હર્બ્સ
  7. લોટ બાંધવા પાણી
  8. સ્ટફિંગ માટે
  9. ૧ બાઉલ ઝીણી સમારેલી કોબીજ
  10. ૧ બાઉલ ઝીણી સમારેલું ગાજર
  11. ૧ બાઉલ ઝીણું સમારેલું કેપ્સિકમ
  12. ૧ બાઉલ છીણેલું પનીર
  13. ૧ બાઉલ છીણેલું ચીઝ
  14. ૧/૨ ચમચી નાના ટુકડા કરેલા ગ્રીન અને બ્લેક ઓલીવ્સ
  15. ૧/૨ ચમચીનાના ટુકડા કરેલા એલિપિનોસ (jalapenos)
  16. ૨ tbspચીલી ફ્લેક્સ
  17. ૨ tbspમિક્સ હર્બ્સ
  18. મીઠું જરૂર મુજબ
  19. નોંધ: કાંદા ખાતા હોવ તો એ પણ મિક્સ કરી શકાય
  20. પરોઠા માટે
  21. ૧ બાઉલ પિઝા સોસ
  22. પરોઠા શેકવા તેલ
  23. નોંધ: પિઝા સોસ ના હોય તો તમે ટોમેટો કેચઅપ પણ લઇ શકો છો

રાંધવાની સૂચનાઓ

૪૦-૫૦ મિનિટ
  1. 1

    લોટ બાંધવા માટે ની બધી સામગ્રી મિક્સ કરી પરોઠા થી થોડો ઢીલો અને રોટલી થી થોડો કઠણ એવો લોટ બાંધી દેવો અને તેને ૧૦-૧૫ મિનિટ સેટ થવા મૂકી દો.

  2. 2

    હવે સ્ટફિંગ માટે ની બધી સામગ્રી તૈયાર કરી લો. અને એક બાઉલ માં બધી સામગ્રી મિક્સ કરી તેમાં ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ અને જરૂર મુજબ મીઠું ઉમેરો.

  3. 3

    પરોઠા બનાવવા રોટલી થી થોડી જાડી વણી લો. અને તેના પર વચ્ચે ના ભાગ માં પિઝા સોસ લગાવો અને તેની ઉપર ૨ ચમચી જેટલું સ્ટફિંગ મુકો. અને તેમાં હવા ના રહે એ રીતે વાળી લો. અને હલકા હાથે થોડું દબાવી પરોઠો વણી લો.

  4. 4

    પરોઠા ને મીડીયમ થી હાઈ ફ્લેમ પાર બંને તરફ થી શેકો.

  5. 5

    Taiyar છે પિઝા પરોઠા. સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Bhavsar
Unnati Bhavsar @unnatisfoodmagic
પર
Ahmedabad
By Profession I'm a Creative Web and Software Designer and Developer, I run my small IT firm.I love cooking and always excited for new experiments and innovative dishes 😋Follow for detailed video recipes on YouTube @unnatisfoodmagic
વધુ વાંચો

Similar Recipes