ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ટમેટાની સારી રીતે ધોઈ એક તપેલીમાં રાખી દીધું ત્યારબાદ તેમાં બીટ નો નાનો ટુકડો ઉમેરો પછી તેને કુકરમાં બાફી લો
- 2
ટામેટાં સારી રીતે બફાઈ ગયા બાદ તેમાં બ્લેન્ડરથી ક્રસ કરી લો હવે તેને બરાબર ગાળી લો
- 3
ત્યારબાદ એક તપેલીમાં ઘી ગરમ મૂકો પછી તેમાં તજ-લવિંગ બાદીયા નાખો
- 4
પછી હિંગ નાખીને તેમાં ટમેટાનો સુપ નાખી દો પછી સ્વાદ અનુસાર મીઠું મરચાની ભૂકી અને ગરમ મસાલો નાખી દો
- 5
હવે તેમાં ગોળ નાખી દો પછી તેને સારી રીતે ઉકળવા દો જો બહુ ઘટ્ટ હોય તો તેમાં થોડું પાણી ઉમેરો જો ગોળ પસંદ ન હોય તો ખાંડ પણ નાખી શકાય છે પણ ગોળ હેલ્થ માટે બહુ જ સારો છે એટલે હું અહીં ગોળનો ઉપયોગ કરું છું
- 6
સારી રીતે ઉકળી જાય પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી ધાણાભાજી નાખીને સર્વ કરો ટોમેટો સૂપ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે જરૂરથી ટ્રાય કરજો
Keywords
Similar Recipes
More Recipes
- સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
- ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
- મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
- ઢેકરા (Dhekra Recipe in Gujarati)
- ઈમ્યુનીટી બુસ્ટર લાડુ (Immunity booster ladoo Recipe in Gujarati
https://cookpad.wasmer.app/in-gu/recipes/14514299



















ટિપ્પણીઓ (8)