પંજાબી સમોસા (Punjabi Samosa Recipe in Gujarati)

આમ તો ભાગ્યે જ કોઈક એવું હશે જેને સમોસા ના bhavta હોય. એક ગરમાગરમ સમોસા અને ચા મળી જાય એટલે મારી સવાર તો સરસ થઇ જાય. સમોસા માં પણ તમે ગણું બધું વેરિએશન લાવી શકો છો. જેમ કે પંજાબી સમોસા પનીર સમોસા ચીઝ સમોસા નવતાડ ના સમોસા. બધા જ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે.
મેં અહીંયા મેંદા ના બદલે આપણા ઘઉં ના લોટ માંથી જ સમોસા બનાવ્યા છે. જે ખુબ સરસ બન્યા છે jena થી તમે મેંદો ખાવાનું અવોઇડ કરી શકો છો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અપને ઘઉં નો લોટ લઇ લઈશુ એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો. અજમા ને સહેજ હાથેથી મસળી ને ઉમેરો.
- 2
પછી એમાં 4-5 ચમચી મોણ માટે તેલ ઉમેરો અને મીડીયમ કઠણ એવો લોટ તૈયાર કરો.
- 3
હવે એક પેન માં એક ચમચી વરિયાળી એક ચમચી સૂકા ધાણા અને 1/2ચમચી જીરું લઇ અને 5 મીન માટે સેકી લો. ઠંડુ થાય એટલે અધકચરુ વાટી લો.
- 4
હવે બટાકા અને વટાણા ને બાફી ને તૈયાર રાખો. એક પેન માં 3-4 ચમચી તેલ લઇ લો. તેલ ગરમ થાય એટલે મરચા ની પેસ્ટ ઉમેરો. એમાં હળદરમરચું ધાણા જીરું અને હિંગ ઉમેરો.
- 5
બટાકા ના મોટા મોટા ટુકડા કરી લો. બટાકા અને વટાણા ઉમેરો. સ્વાદ મુજબ મીઠું ઉમેરો. ગરમ મસાલો ઉમેરો.
- 6
હવે અધકચરા વાટેલો મસાલો ઉમેરો. છેલ્લે લીંબુ નો રસ ઉમેરો. મસાલો તૈયાર છે.
- 7
તૈયાર લોટ માંથી એક રોટલી વાની ને વચ્ચે થી કાપી લો. સમોસા નો શેપ આપી માવો ભરો અને સરખી રીતે બંધ કરો. ગરમ તેલ માં તળી લો. સમોસા તૈયાર છે.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (22)