પોટેટો ઑ ગ્રેટીન બેક્ડ ડીશ (Potato Au Gratin Baked Dish Recipe In Gujarati)

Uma Shah @cook_27773939
પોટેટો ઑ ગ્રેટીન બેક્ડ ડીશ (Potato Au Gratin Baked Dish Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વાનગી બનાવવાની બધી સામગ્રી તૈયાર કરવી. પછી બટાકાને સરસ ધોઈ તેની છાલ કાઢી પતલી સ્લાઈઝ કરવી. હવે એક માઈક્રોવેવ બાઊલમાં દૂધ,ક્રીમ, મીઠું, મરી પાઉડર, માખણ ઉમેરી બરોબર હલાવી એક મિનિટ માટે હાઈ પર પીગળવા દેવું. હવે બહાર કાઢી તેને બરોબર હલાવી નાખો.
- 2
હવે એક બેકિંગ ડિશ લઈ તેમાં માખણ લગાવી તૈયાર કરેલું 1/2 લિક્વિડ ઉમેરો. તેના પર 1/2તૈયાર કરેલ બટાકાની સ્લાઈઝ પાથરવી, 1/2 છીણેલું ચીઝ થોડો ઓરેગાનો,ચીલી ફ્લેક્સ ભભરાવો. આ જ રીતે તેના પર બીજું લેયર કરો.
- 3
હવે માઈક્રોવેવમાં ૨૦ થી ૨૫ મિનિટ માટે હાઇ પર બેક થવા દો. પછી બહાર કાઢી બટાકા બરાબર બફાઈ ગયા છે કે નહીં તે ચેક કરી લેવું. બટાકા ના ચઢયા હોય તો વધારે મિનિટ માટે બેક કરવા મુકો. આપણી પોટેટો ઓ ગ્રેટીન ફાસ્ટ બેક ડિશ ખાવા માટે તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14533760









ટિપ્પણીઓ