પોટલી સમોસા (Potli Samosa Recipe in Gujarati)

#GA4 #Week21
#samosa
#cookpadindia
#CookpadGujarati
પોટલી સમોસા
પોટલી સમોસા (Potli Samosa Recipe in Gujarati)
#GA4 #Week21
#samosa
#cookpadindia
#CookpadGujarati
પોટલી સમોસા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં મેંદા નો લોટ લો. તેમાં અજમાં, ઘી, મીઠું ઉમેરો. મિક્સ કરી સરખું
- 2
પછી ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ ને લોટ બાંધો. તેને ઢાંકી દો અને 15 મિનિટ માટે છોડી દો
- 3
ત્યાં સુધી માં સ્ટફિંગ તૈયાર કરી લો. જેના માટે એક પેન ગરમ કરો અને તેલ ઉમેરો.
- 4
પછી તેમાં રાઈ, લીમડો અને આદુ લસણ ની પેસ્ટ ઉમેરો. 30 સેકન્ડ જેવું સાંતળો. ત્યારબાદ મરચાં ઉમેરો અને 30 સેકન્ડ સાંતળો.
- 5
ત્યારબાદ ડુંગળી ઉમેરી 1 મિનિટ સાંતળી ને વટાણા ઉમેરો અને તેને 1 મિનિટ સાંતળો.
- 6
ત્યારબાદ તેમ જીરું, લાલ મરચું, હળદર, મીઠું અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરો સરખું. પછી બટાકા ઉમેરો. તેને સરખું મિક્સ કરો. સ્ટફિંગ તૈયાર છે. બાજુ પર રાખો
- 7
15 મિનિટ પછી લોટ ને કસણો 1 મિનિટ. પછી નાનો લુવો લો. અને પાતળું વણી લો. જેમાં જરૂર લાગે તો સૂકો લોટ છાંટવો.
- 8
પછી તેમાં વચ્ચે થોડું સ્ટફિંગ મુકો. કિનારી ઉપર પાણી લગાવો. અને પ્લીટ કરતા જાઓ. અને પોટલી નો શેપ બનાવો.
- 9
આ રીતે બધા બનાવી લો. અને તળી લો. ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી.
- 10
હવે લીલી ડુંગળી ના પાંદ ને ગરમ તેલ માં ઉમેરો અને તરત જ કાઢી લો. પછી તેને પોટલી ડેકોરેટ કરવામાં ઉપયોગ કરો.
- 11
તૈયાર છે પોટલી સમોસા. એન્જોય.
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ