ટ્રેસ લેચે ઓરીઓ વેનીલા ચોકો બ્રેડ રોલ કેક(Tres Leches Oreo Vanila Choco Bread Roll Cake Recipe In Gu

#GA4
#Week21
#roll
#Mycookpadrecipe45
આ વાનગી બનાવવા ની પ્રેરણા ઇન્ટરનેટ અને મારા સુધારા નું ફ્યુઝન કહી શકાય. ટ્રેસ લેચે ઈન્ટરનેટ પરથી અને બ્રેડ રોલ પણ ઇન્ટરનેટ પર થી થોડી ટીપ લીધી. બહેન ના જન્મ દિવસ માટે બનાવી. મારા સુધારા વધારા જરૂર કરતાં છે.
ટ્રેસ લેચે ઓરીઓ વેનીલા ચોકો બ્રેડ રોલ કેક(Tres Leches Oreo Vanila Choco Bread Roll Cake Recipe In Gu
#GA4
#Week21
#roll
#Mycookpadrecipe45
આ વાનગી બનાવવા ની પ્રેરણા ઇન્ટરનેટ અને મારા સુધારા નું ફ્યુઝન કહી શકાય. ટ્રેસ લેચે ઈન્ટરનેટ પરથી અને બ્રેડ રોલ પણ ઇન્ટરનેટ પર થી થોડી ટીપ લીધી. બહેન ના જન્મ દિવસ માટે બનાવી. મારા સુધારા વધારા જરૂર કરતાં છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા ઑરીઓ બિસ્કીટ માંથી ક્રીમ કાઢી એક બાઉલ માં જુદા કરો. બટર નાઈફ થી ક્રીમ નીકળી જશે
- 2
પછી કિનારી કાઢેલી બ્રેડ ને વણી ને પાતળી કરી લો
- 3
જુદા કરેલા ઓરિયો બિસ્કીટ ને મિક્સર મા ભૂકો કરી લો.
- 4
ભૂકા ને એક બાઉલ મા કાઢી અને અઢી ચમચા બટર ને ઓગાળી ને ભૂકા માં નાખવું
- 5
આ મિશ્રણ ને હલાવી લેવું. કેક ના મોલ્ડ કે કોઈ બાઓલ માં બટર પેપર રાખી આ મિશ્રણ ને એમાં પાથરી દેવું. બધી બાજુ સરખી કરી દબાવીને પાથરવું
- 6
૫- ૧૦ મિનિટ ફ્રીઝ મા રાખી દઇએ એટલે નીચેનો બેઈઝ જામી જશે
- 7
હવે એક નાના બાઉલ મા વેનીલા વ્હીપ ક્રીમ અને બીજા બાઉલ મા ચોકલેટ વ્હીપ ક્રીમ તૈયાર કરવું. ચોકલેટ વાળા ક્રીમ માં બિસ્કીટ નું જુદું કાઢેલું ક્રીમ ઉમેરી દેવું.
- 8
વણી ને તૈયાર રાખેલી બ્રેડ માં બંને ક્રીમ લગાવી એના રોલ વાળી ને એને બે ભાગ માં કાપી તૈયાર રાખવા
- 9
હવે એક નાની કઢાઈ મા ત્રણ એવોપોરેટેડ, ફેટ ક્રીમ, અને કન્ડેન્સ્ડ મિલ્ક એમ ત્રણેય સહેજ હૂંફાળા ગરમ કરી લેવા
- 10
ફ્રીઝ માં રાખેલા બેઇઝ ને બહાર કાઢી રૂમ ટેમ્પ્રેચર પર આવે એટલે વેનીલા ક્રીમ થી કેક ની ઉપર લગાવી એની ઉપર બ્રેડ ના રોલ ને ગોઠવી દેવા
- 11
બ્રેડ રોલ પર હૂંફાળા દૂધ ની ત્રણ ચાર ચમચી રોલ પર પાથરવી જેથી બ્રેડ પોતે જે સૂકી છે એમાં સ્વાદ અને ભીનાશ આવે
- 12
હવે ટ્રેસ લેચે દૂધ ને કેક ને ફરતે પાથરવું. જેથી બિસ્કીટ વાળો બેઈઝ જે બટર ને લીધે ખારાશ હોય અને ફ્રીઝ મા થોડો કઠણ થયો હોય એ સહેજ માત્ર નરમ પડે એ રીતે દૂધ ને પાથરવું.
- 13
કેક માં ઉપર જેમ્સ અને કાજુ બદામ ની કતરણ છાંટવી
- 14
હર્શી અને બ્લૂ લગૂન સીરપ થી ગાર્નીશિંગ કરવું. કેન્ડલ લગાવી સર્વ કરવી.
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ