બેસન ચીલા (Besan chila recipe in gujarati)

Shraddha Patel @cookwithshraddha
બેસન ચીલા (Besan chila recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ચણા નો લોટ લઈ તેમાં પાણી ઉમેરી ગાંઠ ના રહે એ રીતે મિક્સ કરી ને ખીરું બનાવી લો. હવે તેમાં મીઠું અને હળદર ઉમેરો.
- 2
ત્યારબાદ સમારેલ ટામેટા, ડુંગળી, મરચા અને લીલું લસણ ઉમેરી લો. હવે લાલ મરચુ પાઉડર અને ધાણાજીરું પણ ઉમેરી લો.
- 3
બધું બરાબર મિક્સ કરી ને 10 મિનિટ રાખી મૂકો.
- 4
ત્યારબાદ લોઢી ગરમ કરવા મૂકો. હવે તેના 1/2 ટીસ્પૂન જેટલું તેલ લગાવો. ત્યારબાદ ચીલા નું ખીરું પાથરો.
- 5
હવે તેના પર 1/2 ટીસ્પૂન જેટલું તેલ લગાવો. ચીલા એક સાઈડ ચડી જાય એટલે તેને તવેથા ની મદદ થી પલટાવી લો.
- 6
ચીલા ને આવી રીતે બંને બાજુ શેકી લો. તો તૈયાર છે બેસન ચીલા. ગરમ ગરમ બેસન ચીલા ને મનપસંદ ચટણી સાથે પીરસો.
Similar Recipes
More Recipes
- એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
- ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati)
- કાજુકારેલા (Kaju karela Recipe in Gujarati)
- એગલેસ બ્લેક ફોરેસ્ટ કેક (Eggless Black Forest cake recipe in Gujarati)
- કેપ્સીકમ કાંદા નું ગ્રેવીવાળું શાક (capsicum onion gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14567648










ટિપ્પણીઓ (15)