ચીઝી કડાઈ પનીર (Cheesy Kadhai Paneer Recipe in Gujarati)

ચીઝી કડાઈ પનીર (Cheesy Kadhai Paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ચોપર માં ડુંગળી, આદું લસણ અને લીલું મરચું લઈ એને ચોપ કરી લો હવે એક કડાઈમાં તેલ લઇ એમાં આ ચોપ કરેલા મસાલા ને નાંખી બરાબર શેકી લો.
- 2
હવે ટામેટાં ને એક મિક્સર જારમાં લઈ એની પેસ્ટ કરી લો અને કડાઈ મા નાંખો. ટામેટા ની પેસ્ટ ને બરાબર શેકો. તેલ છૂટું થવા લાગે એટલે એમાં બટર અને બાકીના સૂકા મસાલા નાખો. અને સમારેલું કેપ્સિકમ પણ એડ કરો.
- 3
હવે કાજુ ને મિક્સર જારમાં લઈ પાણી નાંખી પેસ્ટ બનાઇ લો..હવે આ પેસ્ટ ને કડાઈ મા નાંખો. આ ગ્રેવી ને લિકવિડ કરવા પાણી ની જગ્યાએ દૂધ એડ કરો એનાથી ટેક્સચર અને સ્વાદ બન્ને સરસ આવશે.
- 4
હવે એમાં બટર એડ કરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી શેકો..અને છીણેલું ચીઝ એડ કરી ૨ મિનિટ થવા દો.
- 5
હવે એમાં ફ્રેશ પનીર નાં ટુકડા નાખી ૨ મિનિટ થવા દો, કસૂરી મેથી ને હાથ થી મસળી ને નાખો.
- 6
હવે કોથમીર નાંખી એને એક સરવિંગ બાઉલ માં લઈ ટામેટા નાં ફૂલ અને ફુદીના નાં પાન થી ગાર્નિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ