ચેટીનાદ અડાઈ ઢોંસા (Chettinad Adai Dosa recipe in Gujarati)

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૧ વાટકી ઢોસા ના ચોખા
  2. ૧/૨ વાટકી અદડ ની દાળ
  3. ૧/૨ વાટકી ચણાની દાળ
  4. ૧/૨ વાટકી તુવેરની દાળ
  5. ૧/૨ વાટકી મગની મોગર દાળ
  6. ૧ વાટકી કણકી
  7. ૪ લાલ મરચા
  8. ૧ ચમચી વરિયાળી
  9. ૧ ચમચી આખા ધાણા
  10. ૨ લીલા મરચા
  11. ૧ ટુકડો આદુ
  12. ૧ ચમચી મીઠું
  13. ૧/૨ વાટકી તેલ
  14. ૧/૨ વાટકી ધાણા
  15. ૨ ચમચી ગન પાઉડર
  16. સર્વ કરવા કારા ચટણી

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બધી દાળ અને ચોખાને ધોઈને પાણીમાં ત્રણ કલાક સુધી પલાળી રાખો.

  2. 2

    હવે એક મિક્સર જાર માં દાળ અને ચોખાને લો તેમાં વરીયાળી,આખા ધાણા,લાલ મરચા નાખી પીસી લો.બીજી વાર આદુ મરચાં નાખીને પીસી લો.

  3. 3

    એક બાઉલમાં કાઢી લો.હવે તેમાં મીઠું,ગન પાઉડર, લીલા ધાણા,બે ચમચી તાજા કોપરાનું છીણ,એક ઝીણું સમારેલું ડુંગળી નાખી બરાબર મિક્સ કરો.

  4. 4

    હવે એક નોનસ્ટિક તાવી ગરમ કરો તેમાં થોડું ખીરું નાખી ઢોસા બનાવવા.ઉપર થોડું તેલ મૂકી ગન પાઉડર છાંટીને કારા ચટણી લગાવી લો.બંને બાજુ શેકી લો.

  5. 5

    ગરમ ગરમ કારા ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
પર
Vadodara
I'm a house wife.. cooking is my passion...just love to cook n read so many recipe.... I'm also foody mother...
વધુ વાંચો

Similar Recipes