પાપડ સમોસા (Papad Samosa Recipe in Gujarati)
#GA4#Week23
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા અને વટાણા બાફી લો.એક વાસણ મા તેલ લઈ એમાં રાઈ,હિંગ ઉમેરો રાઈ તતડે એટલે એમાં લીલો મસાલો થવા દો.અને એને બટાકા ના મિશ્રણ મા ઉમેરો.ત્યાર બાદ એમાં હળદર,લીલી કોથમીર,ગરમ મસાલો,આમચૂર પાઉડર,મીઠું સ્વાદાનુસાર અને બરાબર મિક્સ કરી લો.
- 2
એક વાટકી મા મેંદો લઈ એમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો.પાપડ લઈ એને વચ્ચે થી તોડી લો.ત્યાર બાદ એને કોન આકાર મા વાળી સાઇડ પર મેંદા ની પેસ્ટ થી ચિપકાવી દો.અને એમાં બટાકા નો માવો ભરી ઉપરથી મેંદા ની પેસ્ટ.લગાવી સમોસા વાળી લો.
- 3
આવી રીતે બધા સમોસા તૈયાર કરી લો.ત્યાર બાદ એક કડાઈ મા તેલ ગરમ કરી આ સમોસા ને મધ્યમ આચ પર સોનેરી થવા દો.તેલ બહુ ગરમ થવા નહીં દેવું નહીતો પાપડ બળી જશે એટલે એને મધ્યમ આચ પર થવા દો.
- 4
Hbae આપડા પાપડ સમોસા ખાવા માત્ર તૈયાર છે એને સોસ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14623816
















ટિપ્પણીઓ (8)
K Bev chale