દુધી-બાજરીના મુઠીયા (Dudhi Bajri Muthiya Recipe In Gujarati)

Nasim Panjwani @cook_27816077
દુધી-બાજરીના મુઠીયા (Dudhi Bajri Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં દૂધની છીણ, મેથીની ભાજી,બાજરીનો લોટ,ચણાનો લોટ,ઘઉંનો લોટ,હળદર,મીઠું,લાલ મરચું, ધાણાજીરુ,ગરમ મસાલો અને દહીં નાખી બધુ બરાબર હલાવો.
- 2
પછી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધો અને તેના મુઠીયા વાળી લો.
- 3
હવે એક સ્ટીમરમાં જાળી મૂકીને વાળેલા મુઠીયાને વરાળથી બાફી લો. ૧૫-૨૦ મિનિટ સુધી.
- 4
મુઠીયા બફાઈ ગયા પછી તેના ટુકડા કરો અનેતેનો વઘાર કરો. વઘાર કરવા માટે એક વાસણમાં તેલ મૂકો. તેમાં રાઈ, તલ અને લીલા મરચાં નાખી વઘાર તૈયાર કરો.
- 5
વઘાર થઈ તૈયાર થઈ જાય પછી તેમાં મુઠીયા ના ટુકડા ઉમેરો અને બરાબર હલાવો.પછી તેમાં લીંબુનો રસ 1/2ચમચી ખાંડ ઉમેરો ફરીથી બધું બરાબર હલાવી નાખો.
- 6
હવે આપણા દૂધીના મુઠીયા ખાવા માટે તૈયાર છે. તેને ગરમા ગરમ પરોસો તમારી મનપસંદ ચટણી સાથે ખાવાની મજા લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14691787















ટિપ્પણીઓ (12)