મિની ઉત્તપમ પીઝા (Mini Uttapam Pizza Recipe in Gujarati)

હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!
આશા છે મજામાં હશો......
આજે મેં અહીંયા વીક-૧ માટે રેસીપી બાકી રહી ગયેલ હતી ,જેના માટે મેં ઉત્તપમ ની રેસીપી પસંદ કરી છે. આ રેસિપી ખૂબ જ સરળ અને ઈઝીલી અવેલેબલ હોય એવી સામગ્રીઓ વડે બની જાય છે. તેમજ બનતા પણ વાર નથી લાગતી. જનરલી કેવું હોય છે કે બાળકોને પીઝા ખૂબ જ પ્રિય હોય છે. પીઝા બેઝ મેંદાનો બનેલ હોય છે અને થોડો હેલ્થ માટે નુકસાનકારક છે. જેથી મેં અહીંયા ઉત્તપમ નો બેઝ બનાવી પીઝા નું ટોપિંગ કર્યું છે. આને એક હેલ્ધી વર્ઝન ની રેસીપી પણ કહેવામાં આવે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફોટા માં બતાવ્યાં મુજબ સામગ્રીઓ રેડી કરી લો. ઉત્તપમ ના ખીરામાં મીઠું ઉમેરી દો.
- 2
હવે એક મોટા બાઉલમાં ઝીણું સમારેલું શાકભાજી મિક્સ કરી એની અંદર ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મીઠું ઉમેરી દો.
- 3
હવે મીની ઉત્તપમ પેનને તેલ વડે ગ્રીસ કરી લો. હવે દરેક ખાનામાં થોડું થોડું ખીરું રેડતા જાવ. હવે ઉત્તપમ ને એક બાજુ શેકાવા દો ત્યારબાદ તેને પલટાવી લો.
- 4
હવે ઉત્તપમ ની શેકાયેલી સાઈડ પર પીઝા સોસ લગાવી દો. ત્યારબાદ વેજીટેબલ નું ટોપિંગ અને છીણેલું ચીઝ મૂકી દો.
- 5
હવે બે મિનિટ માટે પેન ને ઢાંકીને મૂકી દો. જેથી નીચેની બાજુ શેકાઈ જાય અને ઉપરથી ચીઝ પીગળી જાય. ફોટા માં બતાવ્યાં મુજબ સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (10)