આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું અને મોણ નાખી મિક્સ કરી પાણી નાખી પરાઠા નો લોટ બાંધવો.
- 2
એક કડાઈ માં તેલ લઇ તેમાં રાઇ અને હીંગ નાખી તેમાં ડુંગળી નાખી તેને સાંતળી લઇ તેમાં ટામેટાં ઉમેરી ચડવા દેવું. પછી તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, ખાંડ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવું. પછી કસૂરી મેથી હાથેથી મસળી ઉમેરવી. બાફેલા બટાકા ને સ્મેશ કરી ઉમેરી સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી લેવું.
- 3
હવે બાંધેલા લોટ માંથી લુવો લઇ બે ગોળ પરોઠા વણી લેવા. એક પરાઠા પર મસાલો પાથરી ઉપર બીજું પરાઠા મૂકી હાથેથી કિનારી પર પ્રેસ કરી બંધ કરી પાછું થોડું વણી લેવું. હવે લોઢી ગરમ થાય એટલે પરાઠા ને બંને બાજુ તેલ થી શેકી લો. તૈયાર છે આલુ પરોઠા.
Keywords
Similar Recipes
More Recipes
- ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
- રાજકોટ ફેમસ બાલાજીની મસાલા સેન્ડવીચ (Rajkot Famous Balaji Masala Sandwich Recipe In Gujarati)
- આદુ લીલી ચા લીમડાની સુકવણી(Ginger Green Tea Curry Leaves Sukavni Recipe In Gujarati)
- કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati)
- દૂધ ના પેંડા(Dudh Penda Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14780692









ટિપ્પણીઓ (12)