બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)

બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.
#AM2

રાંધવાની સૂચનાઓ
- 1
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ બનાવવા માટે સૌપ્રથમ બ્રાઉન રાઈસ લો. રાઈસને ૩ પાણીમાં સારી રીતે ધોઈ લો. ત્યાર પછી એમાં ૧ ચમચી ઘી રેડીને બધા રાઈસ બરાબર મિક્સ કરી દો.
- 2
હવે બધા વેજિટેબલ્સને ઝીણા સમારી લો. હવે એક કૂકરમાં દેશી ઘી રેડો. ઘી ગરમ થઇ જાય એટલે જીરુ ઉમેરો. જીરું શેકાઈ જાય એટલે લસણ અને લીલા મરચાં ઉમેરો. લસણ શેકાઈ જાય એટલે ડુંગળી ઉમેરો. ડુંગળીને થોડી વાર સેકાવા દો. ડુંગળી શેકાઈ જાય એટલે બધા વેજિટેબલ્સ એક પછી એક ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. હવે વેજિટેબલ્સને થોડીવાર શેકાવા દો.
- 3
હવે વેજિટેબલ્સ માં બધા મસાલા એક પછી એક ઉમેરો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. હવે તેમાં બ્રાઉન રાઈસ ઉમેરી દો. હવે તેમાં ૨ કપ પાણી ઉમેરી દો અને બધું બરાબર મિક્સ કરી દો. હવે તેમાં ૨ ચમચી લીંબુનો રસ ઉમેરી ફરીથી બધું સારી રીતે મિક્સ કરી લો.
- 4
હવે કૂકરનું ઢાંકણ બંધ કરી ને ૩ સીટી વગાડી લો. હવે તેમાં ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરો. આપણો ગરમાગરમ બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ સર્વ કરવા માટે તૈયાર છે. આ પુલાવ ખૂબ જ હેલ્થી હોય છે અને weight loss કરવામાં ખૂબ જ હેલ્પ કરે છે. આ પુલાવ પાપડ અને દહીંના રાયતા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે મારી આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરો અને આનંદ માણો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)