દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

#AM3
આ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. દમ આલુ અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ અહિ મેં પંજાબી ગે્વી કરીને બનાવ્યું છે. આ સબજીને અહિ ફૂલકા રોટી સાથે પીરસ્યું છે.
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3
આ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. દમ આલુ અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ અહિ મેં પંજાબી ગે્વી કરીને બનાવ્યું છે. આ સબજીને અહિ ફૂલકા રોટી સાથે પીરસ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી ને અંદર હોલ કરી મરચું અને હરદળ નાંખી મીક્ષ કરી, પેનમાં તેલ નાંખી બટાકાને સેલો ફા્ય કરી સાઇડ પર રાખવું.
- 2
હવે એ જ પેનમાં લસણ, આદું અને કાંદા ઉમેરી થોડીવાર થવા દેવું, પછી ટામેટા અને કાજુ ઉમેરી બધું બરાબર થવા દેવું. હવે મીસરણને ઠંડું પડવા દો.
- 3
ઠંડું પડે કે મીક્ષચરમાં પેસ્ટ કરી લેવું.
- 4
હવે પેનમાં તેલ ઉમેરી એમાં જીરૂ,મરચું અને હરદળ નાંખી એમાં પેસ્ટ ઉમેરી લેવું, હવે બાકીના મસાલા ઉમેરી લેવું અને થોડીવાર થવા દેવું.
- 5
થોડીવાર પછી દહીં ઉમેરી લેવું. હવે એમાંથી તેલ છૂટવા માંડે કે એમાં પાણી ઉમેરી ગે્વી જોઈએ એવી કરી લેવું.હવે કસુરી મેથી અને મીઠું ઉમેરવી.
- 6
બટાકા ઉમેરી બધું મીક્ષ કરી થાોડીવાર થવા દો. તો હવે તૈયાર છે દમ આલુ શાક. ગરમ ગરમ પીરસો.
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (6)