વેજ જલફ્રેઝી (Veg Jalfrezi Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#AM3
વેજ જલફ્રેઝી ખૂબ જ સરળતાથી બની જાય તેવી મિક્સ વેજીટેબલ્સની વાનગી છે. આ વાનગી ઓછા સમયમાં ઓછા ગરમ મસાલાનો ઉપયોગ કરીને સરસ બની જાય છે. વેજ જલફ્રેઝી ની જેમ ચીકન જલફ્રેઝી પણ બનાવી શકાય છે. આ વાનગીમાં આપણને મનપસંદ બધા વેજીટેબલ્સ ઉમેરી શકીએ છીએ. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વાનગી કઈ રીતે બને છે.

વેજ જલફ્રેઝી (Veg Jalfrezi Recipe In Gujarati)

#AM3
વેજ જલફ્રેઝી ખૂબ જ સરળતાથી બની જાય તેવી મિક્સ વેજીટેબલ્સની વાનગી છે. આ વાનગી ઓછા સમયમાં ઓછા ગરમ મસાલાનો ઉપયોગ કરીને સરસ બની જાય છે. વેજ જલફ્રેઝી ની જેમ ચીકન જલફ્રેઝી પણ બનાવી શકાય છે. આ વાનગીમાં આપણને મનપસંદ બધા વેજીટેબલ્સ ઉમેરી શકીએ છીએ. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વાનગી કઈ રીતે બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 લોકો માટે
  1. 1 Tbspતેલ
  2. 1 Tbspઘી
  3. 1 Tspજીરુ
  4. 2 Tbspસમારેલું લસણ
  5. 4મિડીયમ સાઈઝ ડુંગળી સમારેલી
  6. 2લીલા મરચા સમારેલા
  7. 1 Tbspખમણેલું આદું
  8. 2સુકા લાલ મરચા
  9. 1/2 કપસમારેલા ગાજર
  10. 1/2 કપવટાણા
  11. 1/2 કપસમારેલી ફણસી
  12. 2 કપટોમેટો પ્યુરી
  13. 1/2 કપસમારેલી બ્રોકોલી
  14. 1 કપસમારેલા લાલ, લીલા, પીળા કેપ્સીકમ
  15. 1/2 કપસમારેલા બેબી કોર્ન
  16. સ્વાદ અનુસારમીઠું
  17. 1.5 Tbspલાલ મરચું પાઉડર
  18. 1/2 Tspહળદર પાઉડર
  19. 1 Tbspધાણાજીરૂ
  20. 1 Tspગરમ મસાલો
  21. 1 Tbspકસૂરી મેથી
  22. 1 Tspવિનેગાર
  23. ગાર્નિશીંગ માટે સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    એક કડાઈમાં ઘી તેલ ગરમ મૂકી તેમાં જીરું અને સમારેલું લસણ ઉમેરવાનું છે.

  2. 2

    સમારેલી ડુંગળી ઉમેરી લસણ ડુંગળી ને સાતળી લેવાના છે.

  3. 3

    ત્યારબાદ તેમાં સમારેલા લીલા મરચાં, ખમણેલું આદુ અને સૂકા લાલ મરચા ઉમેરવાના છે.

  4. 4

    ગાજર, વટાણા અને ફણસી ઉમેરવાની છે.

  5. 5

    બધુ બરાબર રીતે મિક્સ કરી બે મિનિટ માટે કુક થવા દેવાનું છે. ત્યારબાદ તેમાં ટમેટાંની પ્યુરી ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવાનું છે.

  6. 6

    ત્યારબાદ તેમા સમારેલી બ્રોકોલી, સમારેલા કેપ્સીકમ અને સમારેલા બેબી કોર્ન ઉમેરવાના છે.

  7. 7

    લાલ મરચું પાઉડર, હળદર પાઉડર અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરવાનું છે.

  8. 8

    ધાણાજીરું, ગરમ મસાલો અને કસુરી મેથી ઉમેરવાના છે. બધુ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. કડાઈને ઢાકીને ત્રણેક મિનિટ માટે કુક થવા દેવાનું છે.

  9. 9

    ત્યારબાદ તેમાં વિનેગાર ઉમેરી બરાબર મિક્સ કરી લેવાનું છે જેથી વેજ જલફ્રેઝી તૈયાર થઇ જશે તેને કોથમીર વડે ગાર્નીશ કરી સર્વ કરી શકાય.

  10. 10

    મેં તેને આ રીતે સર્વ કર્યું છે.

  11. 11

    તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes