રીંગણ ના રવૈયા (Stuffed Brinjal Recipe In Gujarati)

હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે ??
બધા આશા છે મજામાં હશો!!!
આજે અહીંયા આપણી ગુજરાતી ટ્રેડિશનલ સબ્જી રીંગણ ના રવૈયા બનાવ્યા છે. અમારે ત્યાં ગામડામાં ફળિયામાં રહેતી બહેનો પ્રસંગોપાત જ્યારે પણ કોઈ પ્રોગ્રામ રાખે છે ત્યારે આ મેનુ ને પ્રથમ પ્રાયોરીટી મળે છે. સૌ કોઈ બહેનો પોતાના ઘરેથી બધી સામગ્રીઓ એકઠી કરે છે પ્રોગ્રામ કરે છે. નાના મોટા સૌ કોઈ આ મિજબાની નો આનંદ માણે છે. તો ચાલો જોઈએ ટ્રેડિશનલ શાક રીંગણ ના રવૈયા ની રેસીપી....

રાંધવાની સૂચનાઓ
- 1
ફોટા માં બતાવ્યાં મુજબ બધી સામગ્રીઓને તૈયાર કરી લો. સૌપ્રથમ રવૈયા ભરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ. એક મોટા બાઉલમાં સિંગદાણાનો ભૂકો, ટામેટું, લીલા ધાણા અને આદુ-લસણ ની પેસ્ટ તૈયાર કરી લો. હવે એમાં જે આપણે મસાલા ઓ રેડી કર્યા છે એને મિક્સ કરી લો. સાથે જ સીંગતેલ પણ ઉમેરીને બધું બરાબર મિક્ષ કરી લો.
- 2
હવે બધી સામગ્રીઓ બરાબર હાથે હલાવીને મિક્સ કરી લો. અહીંયા આ રવૈયા નો મસાલો રેડી થઈ ગયો છે.
- 3
હવે રવૈયા માટે જ આપણે નાના રીંગણ લીધા છે તેને વચ્ચેથી કટ કરીને કાપા પાડી લો. ૨ નંગ બટાકાના મોટા ટુકડા કરી લો. હવે રીંગણમાં જે કાપા કર્યા હતા એની અંદર રવૈયા નો મસાલો ભરી લો. રવૈયા ના મસાલા ને દબાવી ને બરાબર રીંગણ ના કાપા ની અંદર ભરાઈ ભરી લેવું.
- 4
હવે બધા રીંગણ સ્ટફ થઇ ગયા બાદ જે બટાકાના ટુકડા કર્યા છે એને બાકીના મસાલા માં બરાબર રગદોળી લો. ફોટા માં બતાવ્યાં મુજબ રીંગણ અને બટાકા તૈયાર કરી લો.
- 5
હવે એક કૂકરમાં ત્રણ થી ચાર ટેબલસ્પૂન તેલ લઈ એની અંદર હીંગ ઉમેરો. ત્યારબાદ સૌ પ્રથમ રીંગણ ઉમેરો અને એની ઉપર બટાકા જે મસાલાવાળા કર્યા છે એ પણ ઉમેરી લો.
- 6
હવે કુકરમાં રીંગણ અને બટાકા ડૂબે એટલું પાણી લેવું. વધારે પડતું પાણી ઉમેરવું નહીં. નહિતર રવૈયા બધા પાણીમાં ઓગાળી જશે. હવે પાણી ઉકળવા માંડે ત્યાં સુધી કુકર ખુલ્લુ રાખો. ત્યારબાદ બે થી ત્રણ સીટી વાગવા દો. બે થી ત્રણ સીટી જ વાગવા દેવી. ગેસને મધ્યમ આંચ પર રાખવો.
- 7
હવે એક સર્વિંગ પ્લેટમાં રવૈયા કાઢી ઉપરથી ધાણા ભભરાવી લો. આ રવૈયા ને એન્જોય કરો......
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)