બેસન ભીંડી (Besan Bhindi Recipe in Gujarati)

#AM3
#cookpadindia
બેસન ભીંડી એ ભીંડા ની સબ્જી જેને ભાવતી હોય તેના માટે એક નવું વેરીએસન છે તેમાં ચણા ના લોટ ના ખીરા ને સબ્જી માં ઉમેરી ને બનાવવા મા આવે છે જે ટેસ્ટ માં પણ બોવ સારું લાગે છે.
બેસન ભીંડી (Besan Bhindi Recipe in Gujarati)
#AM3
#cookpadindia
બેસન ભીંડી એ ભીંડા ની સબ્જી જેને ભાવતી હોય તેના માટે એક નવું વેરીએસન છે તેમાં ચણા ના લોટ ના ખીરા ને સબ્જી માં ઉમેરી ને બનાવવા મા આવે છે જે ટેસ્ટ માં પણ બોવ સારું લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ને ધોઈ ને એક કપડાં વડે લૂઈ લેવો. અને નાના ટુકડા માં ક્રોસ માં કાપી લેવો.
- 2
ત્યાર બાદ એક વાસણ મા ચણા નો લોટ લઈ ને તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરી ને અને પાણી ઉમેરી ને ખીરા જેવી પેસ્ટ બનાવી લેવી.
- 3
ત્યાર બાદ એક નોન સ્ટીક પેન માં તેલ ઉમેરી ને તેને થોડું ગરમ થવા દેવું ત્યાર બાદ તેમાં જીરું તેમજ અજમો અને હિંગ ઉમેરવી.
- 4
પછી તેમાં આદુ લસણ અને મરચા ની પેસ્ટ ઉમેરવી અને થોડી વાર સાંતળી તેમાં હળદર પાઉડર તેમજ ડુંગળી ઉમેરવી અને થોડી વાર સાંતળવું.
- 5
ત્યારબાદ તેમાં ભીંડો ઉમેરી ને મીઠું ઉમેરવું અને સાંતળવું પછી તેને લીડ ઢાંકી ને સાંતળવું અને વચ્ચે વચ્ચે ચલાવતા રેવું.
- 6
આશરે 5-7 મિનિટ લાગશે પછી તેને ચેક કરવું. ભીંડા ની લાળ બળી જવી જોઈ જો નો બળી હોય તો ફરી થોડી વાર ઢાંકી ને ચડવા દેવું ત્યાર બાદ ભીંડા ને ચમચા વડે વચ્ચે કરી લેવો અને સાઇડ મા થોડી જગ્યા રાખવી.
- 7
પછી એ સાઇડ મા તૈયાર કરેલ બેસન ની પેસ્ટ ઉમેરવી અને થોડી વાર ઢાંકી ને ચડવા દેવું આશરે 2 મિનિટ ત્યાર બાદ તેને ચમચા થી કાપા પાડીને ને ભીંડા સાથે મિક્સ કરવું
- 8
ત્યાર બાદ તેમાં મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો તેમજ આમચૂર પાઉડર ઉમેરી ને બરાબર મિક્સ કરી લેવું.
- 9
અને થોડી વાર ઢાંકી ચડવા દેવું ત્યાર બાદ ગરમ રોટલી સાથે સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ (3)