વેજ મુઘલાઈ પરાઠા (Veg. Mughlai Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદાના લોટમાં બે ચમચી તેલનું મોણ અને સ્વાદ અનુસાર મીઠું નાખી પરોઠા નો લોટ બાંધી લેવો. અને દસ મિનિટ ઢાંકીને મૂકી રાખવો.
- 2
પછી કડાઈમાં બે ચમચી તેલ લઈ ગેસ ઉપર મધ્યમ તાપે મુકી તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી બે-ત્રણ મિનિટ સાંતળવું. પછી તેમાં લીલા મરચા અને લસણની પેસ્ટ નાંખવી અને બે ત્રણ મિનિટ સાંતળવું.
- 3
પછી તેમાં કેપ્સિકમ અને છીણેલું ગાજર નાખવું અને ધીમા તાપે પાંચ-સાત મિનિટ સાંતળવું. પછી તેમાં હળદર પાઉડર,લાલ મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર, આમચૂર મસાલો, ગરમ મસાલો, અને સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર મિક્સ કરવું અને બે ત્રણ મિનિટ સાંતળવું.
- 4
હવે તેમાં છીણેલું પનીર ઉમેરો અને બરાબર મિક્સ કરી અને બે મિનિટ સાંતળવું.પછી તેમાં લીલા ધાણા ઉમેરી મિક્સ કરવા.બે મિનિટ સાંતળી ગેસ બંધ કરી દેવો.
- 5
પરોઠા નું સ્ટફિંગ તૈયાર છે સ્ટફિંગ ને ઠંડુ થવા દેવું. સ્ટફિંગ ઠંડુ થઈ જાય એટલે પરોઠાનો લોટ બાંધ્યો હતો તેમાંથી લૂઓ કરી પરોઠું વણી વચ્ચે સ્ટફિંગ મૂકવુ. પછી ચારે બાજુથી કિનારી બંધ કરવી. (ફોટા માં બતાવ્યા મુજબ)
અને ફરીથી પરોઠુ વણવુ. - 6
અને ગેસ ઉપર મધ્યમ તાપે પેન મુકી બંને સાઇડ તેલ લગાવી શેકી લેવું. આ રીતે બધા પરોઠા તૈયાર કરી લેવા. અને ગરમાગરમ પરાઠા સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (9)