દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)

Nayana Pandya @nayana_01
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં પૂરી બનાવવા માટે સૌ પ્રથમ દહીં પૂરી ની પૂરી લો. હવે એમાં બાફેલા બટાકા અને બાફેલા ચણાને મિક્સ કરી પૂરી માં ઉમેરો. હવે એમાં લીલી ચટણી ઉમેરો.
- 2
હવે પૂરી માં ગોળ આંબલી ની મીઠી ચટણી ઉમેરો. હવે દહીંમાં ખાંડ મિક્સ કરીને મીઠું દહીં બનાવો. આ દહીં પુરીમાં ઉમેરો. હવે પૂરી માં બધા મસાલા ઉમેરો. હવે સ્વાદ અનુસાર સિંધવ મીઠું ઉમેરો.
- 3
હવે પુરીમાં ઝીણા સમારેલા લીલા ધાણા, બારીક સેવ, અને દહીં ઉમેરો. ફરીથી થોડા મસાલા સ્પ્રિંકલ કરો. આપણી ચટપટી દહીપુરી સર્વ કરવા માટે તૈયાર છે. આ દહીં પૂરી ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ દહીં પૂરી બધા ખૂબ જ આનંદથી ખાય છે. તો તમે મારી આ દહીં પૂરી ની રેસીપી ઘરે જરૂર ટ્રાય કરો અને આનંદ માણો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15071454











ટિપ્પણીઓ (2)