રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં કેરી ને ધોઈ ને તેના નાના ટુકડા કરી લો. તેમાં મીઠું નાખી ને તેને એક દિવસ માટે ઢાંકી ને મૂકી દો. બીજા દિવસે છૂટું પડેલું પાણી એક વાસણ માં કાઢી લો. અને કેરી ને કોરી પડવા માટે મૂકી દો.
- 2
હવે ચણા અને મેથી ને પાણી થી ધોઈ લો. અને કેરી ના વાળા પાણી માં થોડું પાણી ઉમેરીને તેને ૨૪ કલાક માટે પલાળી રાખો. બીજા દિવસે તેને એક કપડાં પર ૫-૬ કલાક સુકવા માટે મૂકી દો. અને તેલ થોડું ગરમ કરી લો.
- 3
હવે એક બાઉલ કે તપેલી માં સુકાયેલા ચણા, મેથી અને કેરી ને મિક્સ કરી લો. હવે તેમાં અથાણાં નો મસાલો, ઠંડુ પડેલું તેલ નાખી ને બરાબર મિક્સ કરી લો. અને તેને એક દિવસ માટે તેમાં જ રેહવાં દો.
- 4
બીજા દિવસે તેને એક કાચની બરણી માં ભરી લો. અને ફ્રીઝ માં મૂકી દો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15097625




ટિપ્પણીઓ (8)