લહસુની દાલ પાલક (Lahsuni Dal Palak Recipe In Gujarati)

#Fam
#cookpadindia
#cookpadgujarati
આ વાનગી મારા ઘરમાં હું નાની હતી ત્યારે મારા મમ્મી બનાવતાં સમય જતાં ધીમે ધીમે તેને મોડીફાઈ કરી નાના નાના ફેરફાર કરી અત્યારે હું મારા ઘરમાં બનાવું છું.પણ આટલા વર્ષ પછી પણ એ એટલી જ બધાની ફેવરીટ છે.અને જ્યારે તમે ફેમિલી ને ધ્યાનમાં રાખી કોઈ વાનગી બનાવતાં હોઈ તેનો આનંદ જ અલગ હોય છે.thank you કુકપેડ બધાની લાગણીઓ ને ધ્યાનમાં રાખી આવી નવી નવી થીમ બહાર પાડવા માટે.Thank you so....much🙏

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગની ફોતરાં વગરની દાળ લઈ તેને ધોઈ 30 મિનીટ માટે પલાળી દો.અને પાલકને ધોઈને સમારી લો.(અહી તમે ચણા ની દાળ પણ લઈ શકો છો.)
- 2
હવે એક પેનમાં ઘી- તેલ લઇ તેમાં જીરું,આદુ મરચાની લસણની પેસ્ટ હિંગ એડ કરી 1 મિનીટ સાંતળો.(અહી મરચાં તીખાં જ લેવા)હવે તેમાં ડુંગળી નાખી થોડી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો હવે મીઠું અને હળદર એડ કરી મગની દાળ (પાણી કાઢી) એડ કરો.તેમાં થોડું પાણી નાખી ઢાંકણ ઢાંકી 10 મિનીટ કુક કરો.
- 3
મગની દાળ સરખી ચડી જાય પછી તેમાં પાઉંભાજી મસાલો અને ટામેટાને ખમણી ને એડ કરો.2 મિનીટ સાંતળો અને પછી પાલક અને કોથમીર એડ કરી મિક્સ કરો.પાલક સોફ્ટ થાય ત્યાં સુધી કુક કરો.(અહી ઢાંકણ નાં ઢાંકવું નહિ તો પાલક કાળી પડી જશે) ત્યારબાદ બાકીનાં મસાલા એડ કરો. જરૂર લાગે તો થોડું પાણી એડ કરી 2 મિનીટ સાંતળો.છેલ્લે લીંબુનો રસ એડ કરી ગેસ બંધ કરો.
- 4
હવે લસણ ની કળીને બારીક સમારી લો.એક વઘરિયમાં બટર લઈ તેમાં જીરું નાખી લસણને થોડું તડી લો.ગેસ બંધ કરી કાશ્મીરી લાલ મરચું એડ કરી વઘારને તૈયાર કરેલ દાલ પાલક પર રેડો. છેલ્લે સર્વકરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)