ઇન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe In Gujarati)

Tulsi Shaherawala @2411d
ઇન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ૨વો લઈ તેમાં દહીં અને પાણી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી હાંડવા માટેનું બેટર તૈયાર કરવાનું છે. આ બેટરને ઢાંકીને ૧૦ થી ૧૫ મિનીટ માટે રાખી મુકવાનું છે....
- 2
હવે તેમાં બધા જ સમારેલા વેજિટેબલ્સ ઉમેરવાના છે અને બરાબર રીતે મિક્સ કરી લેવાના છે.
- 3
ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, હળદર સ્વાદ અનુસાર મીઠું અને આદુ મરચાની પેસ્ટ ઉમેરવાની છે. તેને પણ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.
- 4
એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ, જીરુ, તલ અને લીમડાના પાન ઉમેરીને તેનો વઘાર કરવાનો છે. તેના પર તૈયાર કરેલું હાંડવાનું બેટર ઉમેરવાનું છે.
- 5
હવે કડાઈને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ માટે સ્લો ફ્લેમ પર હાંડવો કુક થવા દેવાનો છે. પછી તેને ઉલટાવીને તેની બીજી સાઇડ પણ આ જ રીતે કુક કરી લેવાંની છે.
- 6
તો અહીંયા આપણો ઇન્સ્ટન્ટ રવા હાંડવો સર્વ કરવા માટે તૈયાર છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15379727



ટિપ્પણીઓ