પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)

પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મગ ને ધોઈ 7-8 કલાક પલાળી પછી 7-8 કલાક એક કટકા માં બાંધી ફણગાવા દો. પછી ફણગાવેલા મગ રેડી થશે. હવે મગ ના વહીડા બનાવા માટે કુકર માં તેલ લો. તેમાં રાઈ, જીરૂ નાંખી ફણગાવેલા વહીડા નાંખી મીઠુ, હળદર નાંખી પાણી રેડી 2 વિસલ કરી ગેસ બંધ કરી ઠંડુ થાય પછી ખોલી લીંબુ રસ અને લીલા ધાણા નાંખી દો...
- 2
હવે બટાકા ના શાક માટે કુકર માં તેલ મૂકી બધા ઉપર જણાવ્યા મુજબ બધા મસાલા નાંખી સમારેલા બટકા નાંખી પાણી રેડી 3 વિસલ કરી ગેસ બંધ કરી ઠંડુ થાય પછી બાઉલ માં લો.
- 3
હવે તાવડી માં તેલ લઇ પલાળી નીતારેલા પૌવા નાંખી મીઠુ, હળદર અને લાલ મરચું નાંખી હલાવી ગેસ બંધ કરી બાઉલ માં લો. હવે ચવાણું, સેવ બાઉલ માં લો. પછી ડુંગળી સમારી દો. ગ્રીન ચટણી પણ લો. થોડી ગળી ચટણી પણ લો.
- 4
હવે સર્વ કરતી વખેતે બાઉલ માં વહીડા, બટાકા નું શાક, બટાકા પૌઆ, ગળી અને તીખી ચટણી, સેવ, ચવાણું, ડુંગળી નાંખી હલાવી સહેજ સંચર પાઉડર અને લાલ મરચું છાંટી લીલા ધાણા નાંખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (9)