પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા 1 વાસણ માં પાલક ની ભાજી સમારી ધોઈ ને લો હારે ધાણાભજી નાખો. પછી તેમાં ઘઉં નો લોટ, બાજરા નો લોટ, ચણા નો લોટ નાખો પછી બધો મસાલો કરો હળદર, ધાણાજીરું, લાલ મરચું, મીઠું, લીંબુ, સોડા બધું મિક્સ કરો
- 2
બધું મિક્સ કરી આવો લોટ તૈયાર કરો
- 3
હવે ઢોકળીયા માં પાણી ગરમ મૂકી ઉપર મુઠીયા વાળી ને બાફવા મુકો
- 4
20 મીનીટ નો ટાઈમ રાખો ત્યાં સુધી માં બફાઈ જશે.20 મિનિટ પછી ચેક કરો જો બફાઈ ગયા હોય તો ઉતારી લો બાકી પાછા થોડી વાર રેવાનું દો
- 5
હવે તેના નાના નાના પીસ કરો અને પછી કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું, તલ, લીમડો મૂકી વધાર કરો. ઉપર ધાણા ભાજી નાખી સર્વ કરો તો તૈયાર છે પાલક ના મુઠીયા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15745572









ટિપ્પણીઓ (2)