રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા તુવેર ની દાળ ને કૂકર માં બાફી લેવી અને ઠંડી પડવા દેવી
- 2
ત્યાર બાદ દાળ જ્યારે ઠંડી પડી જાય ત્યારે તેમાં ઉપર નું પાણી અલગ કાઢી લેવું. અને તેમા થોડી બાફેલી દાળ પણ નાખવી. અને હલાવી ને એકરસ કરી લેવી.
- 3
ત્યારબાદ આ દાળ નાં પાણી ને ગેસ પર મૂકી ને તેમાં
આદુ,મરચા,ગળપણ,મીઠું,લીંબુ નો રસ, થોડા લીમડા નાં પાન અને થોડી કોથમીર નાખી ને સરખી રીતે ઉકળવા દેવી. - 4
હવે એક કડાઈમાં ઘી અથવા તેલ મૂકી ને તેમાં રાઈ,જીરું,લવિંગ,તજ,મીઠો લીમડો,હિંગ બધું નાખી ને સરખો વઘાર થવા દેવો. અને જ્યારે સરસ વઘાર થઈ જાય ત્યારે તે વઘાર દાળ નાં પાણી માં નાખી દેવો અને સરખો હલાવી ને મિક્સ કરી લેવો
- 5
ત્યાર બાદ આ દાળ નાં પાણી માં વઘાર નાખ્યા બાદ સરખી રીતે ઉકાળી લેવું જેથી વઘાર નો સ્વાદ સરખો બેસી જાય... ત્યાર બાદ તેમાં કોથમીર નાખી ને ગરમગરમ પીરસવું...🤗🤗
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15922104




ટિપ્પણીઓ (8)