મેથી મસાલા બિસ્કીટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)

#FFC2
બિસ્કીટ ભાખરી ઘઉં નોલોટ અને વધારે મોણ માંથી બનતી આ ભાખરી બિસ્કિટ જેવી બને છે જેથી કરીને એને બિસ્કીટ ભાખરી કહેવામાં આવે છે. આ ભાખરી ચાર-પાંચ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સારી રહે છે અને પ્રવાસ દરમ્યાન બનાવીને સાથે પણ લઈ જઈ શકાય. બિસ્કીટ ભાખરી સાદી, જીરા વાળી, મસાલાવાળી,એમ અલગ અલગ ફ્લેવર ઉમેરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા મેથી,કોથમીર અને લીલા મરચાનો ઉપયોગ કરીને બિસ્કીટ ભાખરી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બંને છે. ગુજરાતની બિસ્કીટ ભાખરી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે

રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં ઘઉં ના બંને લોટ લઇ તેમાં સોજી ઉમેરી હળદર,મેથી,કોથમીર,મરચા ની પેસ્ટઉમેરો.
- 2
હવે તેમાં મુઠ્ઠી પડતું ઘી મોણ ઉમેરી પાણી વડે કડક લોટ બાંધી લો.
- 3
હવે તેને 10 મિનિટ રેસ્ટ આપી બરાબર મસળી ને સરખા લુઇયા કરી લો.
- 4
હવે તેમાંથી ભાખરી વણી ગોળ વાટકી વડે કટ કરી તેમાં ચપ્પુ થી કાપા કરી લો.
- 5
હવે તેને લોઢી પર ઘીમાં તાપે શેકી લો.ત્યારબાદ તેને પલટાવી ઘી લગાવી હળવા હાથે ખાખરા શેકવા ના ડટ્ટા વડે દબાવી ગુલાબી શેકી લો.
- 6
તૈયાર છે મેથી મસાલા બિસ્કીટ ભાખરી.તેને નાસ્તા માં ચા કે અથાણા કે કેરી ના છુંદા જોડે સવઁ કરો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)