કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)

સુખડી ગોળ પાપડી અડદિયા અને કાટલું પાક આ બધી આઈટમ ઘઉં નો લોટ ગોળ અને ઘી થી બનતી હોવાથી એકદમ હેલ્ધી હોય છે.
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
સુખડી ગોળ પાપડી અડદિયા અને કાટલું પાક આ બધી આઈટમ ઘઉં નો લોટ ગોળ અને ઘી થી બનતી હોવાથી એકદમ હેલ્ધી હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાટલું પાક માટે ની બધી સામગ્રી તૈયાર કરી લેવી.
- 2
કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં ઘઉં નો જાડો લોટ ઉમેરી દેવો. ધીમા તાપે સતત હલાવતા રહેવું. ૪/૫ મીનીટ સુધી સેકાવા દેવું ત્યાર બાદ તેમાં ચણાનો લોટ નાખી ને સેકવુ. ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. સેકવામા ઘી થોડું વધારે રાખવું.
- 3
સેકાય જાય પછી તેમાં ક્રશ કરેલો ગુંદ નાખી ને હલાવતા રહેવું ગુંદ ને સરસ રીતે ફૂટી જવા દેવો. પછી તેમાં ડ્રાય ફ્રુટ વરિયાળી સૂંઠ પાઉડર કાટલું પાઉડર બત્રીસુ અને ખડી સાકર નાખી ને ૨/૩ મીનીટ સુધી હલાવતા રહેવું. બધું સરસ રીતે મિક્સ કરી લેવું.
- 4
ત્યારબાદ થોડું ગરમ હોય ત્યારે જ તેમાં ગોળ નાખી દેવો અને મિક્સ કરી લેવું.
- 5
એક થાળી ને ઘી થી ગ્રીસ કરી ને તૈયાર કરી લેવી.આમાથી લાડુ પણ બનાવી શકાય. પછી તેમાં તૈયાર કરેલું કાટલા નું મિશ્રણ નાખી દેવું અને તવીથા ની મદદથી સરસ રીતે પાથરી દેવું. ઉપર કાજુ બદામ અને પિસ્તા ના ટુકડા નાખી ગાર્નિશ કરવું. થોડું ગરમ હોય ત્યારે જ તેમાં કટ લગાવી દેવા. ઠંડું પડે પછી પીસ કાઢીને ડબ્બામાં ભરી લેવા.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- મૈસુર મસાલા ઢોસા વિથ ચીઝ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Cheese Mysoori Bhaji Recipe In Gujarati)
- ટોમેટો ઓનીયન ચટણી (Tomato onion chutney recipe in Gujarati)
- ચણા ના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
- ભટુરે (Bhature Recipe In Gujarati)
- બેસન વાળા મરચાં (Besan Marcha Recipe in Gujarati)









ટિપ્પણીઓ (3)