કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)

સુખડી ગોળ પાપડી અડદિયા અને કાટલું પાક આ બધી આઈટમ ઘઉં નો લોટ ગોળ અને ઘી થી બનતી હોવાથી એકદમ હેલ્ધી હોય છે.
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
સુખડી ગોળ પાપડી અડદિયા અને કાટલું પાક આ બધી આઈટમ ઘઉં નો લોટ ગોળ અને ઘી થી બનતી હોવાથી એકદમ હેલ્ધી હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાટલું પાક માટે ની બધી સામગ્રી તૈયાર કરી લેવી.
- 2
કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં ઘઉં નો જાડો લોટ ઉમેરી દેવો. ધીમા તાપે સતત હલાવતા રહેવું. ૪/૫ મીનીટ સુધી સેકાવા દેવું ત્યાર બાદ તેમાં ચણાનો લોટ નાખી ને સેકવુ. ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. સેકવામા ઘી થોડું વધારે રાખવું.
- 3
સેકાય જાય પછી તેમાં ક્રશ કરેલો ગુંદ નાખી ને હલાવતા રહેવું ગુંદ ને સરસ રીતે ફૂટી જવા દેવો. પછી તેમાં ડ્રાય ફ્રુટ વરિયાળી સૂંઠ પાઉડર કાટલું પાઉડર બત્રીસુ અને ખડી સાકર નાખી ને ૨/૩ મીનીટ સુધી હલાવતા રહેવું. બધું સરસ રીતે મિક્સ કરી લેવું.
- 4
ત્યારબાદ થોડું ગરમ હોય ત્યારે જ તેમાં ગોળ નાખી દેવો અને મિક્સ કરી લેવું.
- 5
એક થાળી ને ઘી થી ગ્રીસ કરી ને તૈયાર કરી લેવી.આમાથી લાડુ પણ બનાવી શકાય. પછી તેમાં તૈયાર કરેલું કાટલા નું મિશ્રણ નાખી દેવું અને તવીથા ની મદદથી સરસ રીતે પાથરી દેવું. ઉપર કાજુ બદામ અને પિસ્તા ના ટુકડા નાખી ગાર્નિશ કરવું. થોડું ગરમ હોય ત્યારે જ તેમાં કટ લગાવી દેવા. ઠંડું પડે પછી પીસ કાઢીને ડબ્બામાં ભરી લેવા.
Top Search in
Similar Recipes
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ# MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.મારા ઘરમાં દરરોજ ના માટે સુખડી હોય જ. મને બહુ જ ભાવે. તો આજે મેં કાટલું પાઉડર નાખી ને સુખડી બનાવી. મારા સન ને પણ ભાવે તો એમને હોસ્ટેલ માં લઈ જવા માટે બનાવી આપું. કાટલું પાક gund સુખડી Sonal Modha -
કાટલું પાક સુખડી (Katlu Paak Sukhdi Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મને મારા મમ્મી ના હાથની બહું જ ભાવે. મારા સન ને પણ બહુ જ ભાવે છે હું એમને હોસ્ટેલ માં ડબ્બામાં ભરી ને આપું છું. મેં આજે જ કાટલું પાક સુખડી બનાવી. Sonal Modha -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#week1શિયાળા માં આપણે વસાણા નો ઉપયોગ અડદિયા ,ખજૂર પાક વગેરે અવનવી રીતે કરતા હોય છીએ .કાટલું પાક સુવાવડ માં લેતા હોય પણ એ સિવાય દરેક સ્ત્રી કે પુરુષ એ કમર કે સાંધાના દુખાવા હોય તો ખાવું જ જોઈએ .એમ અમારા વડીલો ની માન્યતા છે . Keshma Raichura -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Winter specialકાટલું એટલે વસાણાં થી ભરપુર પાક, સુવાવડી સ્ત્રી માટે ૨૦ વસાણાં થી ભરપુર હોય,પણ દરેક સભ્યો માટે શિયાળામાં ઠંડી માં કાટલું પાક ખાવાથી જરૂરી વસાણાં થી ભરપુર પાક આરોગ્ય માટે ગુણકારી છે. Ashlesha Vora -
કાટલું(Katlu recipe in Gujarati)
#MW1કાટલાં નો પાકશિયાળા માં ખવાતી અને શરીર ને પોષણ આપતી શ્રેષ્ઠ વાનગી Alpa Jivrajani -
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujaratiઆજે કાટલું પાક બનાવિયો પહેલી વાર ટ્રાય કરેયો પણ ખૂબ જ સરસ બનીયો hetal shah -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
શિયાળામાં ઠંડી હોય છે એટલે આ કાટલું પાક ખાવાની મજા આવે, બધા વસાણાં થી ભરપુર હોય છે... Jalpa Darshan Thakkar -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CB7Week7CookpadindiaCookpadgujaratiસ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાકપુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક Ramaben Joshi -
સ્વીટ ખુરમી (Sweet Khurmi Recipe In Gujarati)
છત્તીસગઢ રેસિપી ચેલેન્જ#CRC : સ્વીટ ખુરમીઆ છત્તીસગઢ ની પ્રખ્યાત વાનગી છે. અને ઘઉં નો લોટ અને ગોળ થી બનતી હોવાથી એકદમ હેલ્ધી પણ છે . Sonal Modha -
કાટલું
#રાજકોટ21કાટલું એક ગુજરાતી વસાણુ છે જે શિયાળામાં હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે.. આ વસાણુ બનાવી અને 1 મહીના સુધી સ્ટોર કરી શકાય છે Jignasha Solani -
કાટલું (Katlu Recipe In Gujarati)
#winter kitchen challenge#week1 શિયાળા માં બનાવાતા વિવિધ વસાણાં માં કાટલું પાક પણ મુખ્ય છે.જેના સેવન થી શરીર નાં દુખાવા માં રાહત મળે છે.અને ઠંડી માં જરૂરી ગરમી પણ મળી રહે છે. Varsha Dave -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
કેસર ડ્રાયફ્રુટ સુખડી
અમારા ઘરમા બધાને સુખડી બહુ જ ભાવે એટલે મારા ઘરમા સુખડી નો ડબ્બો ભરેલો હોય જ . ઠાકોરજી ને દરરોજ સુખડી નો પ્રસાદ ધરાવુ . સુખડી મા ઘઉંનો લોટ ગોળ ઘી ગુન્દ ડ્રાયફ્રુટ હોવાથી હેલ્થ માટે પણ સારી . એ બહાને છોકરાઓ પણ ઘી અને ડ્રાયફ્રુટ ખાઈલે . Sonal Modha -
કાટલું(Katlu Recipe in Gujarati)
#MW1#શિયાળો આપણે ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન અને એમાં પણ શિયાળામાં તો અનેકવિધ ના શાકભાજી, બધા ડ્રાયફ્રૂટ્સ, અને ખાસ કરીને એમાં પણ ઘીનો ઉપયોગ સૌથી વધુ કરીએ છીએ.. જેટલું ઘી આ શિયાળાના મહિનાઓમાં ખવાતું હોય તેનાથી 1/2 પણ બાકીના મહિનાઓમાં ખવાતું નથી.... અને એટલે જ કહેવાય છે ને કે જેનું તન સારું તેનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે..... આ કાટલું આપણા ગુજરાતમાં સ્ત્રીઓને પ્રેગ્નન્સી પછી પણ ખવડાવવામાં આવે છે કે જેથી તેને અને પૂરતા પ્રમાણમાં ધાવળ મળી રહે... કેમ સાચું ને.. તો ચાલો નોંધી લઇ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#MA#cookpadindiaસુખડી આપણે શિયાળા માં વધુ બનાવીએ છીએ પણ આ કોરોના મહામારી માં કફ અને શરદી નો થાય તે માટે આ કાટલું ને સૂઠ નાખી બનાવી ખાવાથી ફાયદાકારક છે.આ મારા મમ્મીએ મને શીખવી છે. Kiran Jataniya -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે આરોગ્ય વર્ધક પાક બનાવવામાં આવે છે તેમાં અડદિયા પાક મેથીપાક ગુંદર પાક ગુંદરના લાડુ સુખડી પાક વગેરે રેસીપી બનાવવામાં આવે છે આજે મેં આરોગ્યવર્ધક હેલ્ધી અડદિયા પાક બનાવ્યો છે Ramaben Joshi -
ખજૂર ડ્રાયફ્રૂટ કાટલું કેક (Khajur Dryfruit Katlu Cake Recipe In Gujarati)
#MW1આ કેક પહેલી વાર બનાવી સવારે કાટલું પાક બનાવતી વખતે વિચાર આવ્યો કે બધાં ડ્રાય ફૃટસ ,કાટલું,ખજૂર એડ કરી ને કેક બનાવી શકાય તો પહેલી વખત બનાવી પણ ટેસ્ટ માં ખૂબ જ સરસ બની.તેમાં ખજૂર ની સાથે દ્રાયફ્રુટ અને ગુંદ એડ કરેલું છે એટ્લે થોડો નટી ટેસ્ટ આવે છે જે ખૂબ સરસ લાગે છે.આદુંવાળી ચા સાથે આ કેક ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
કંસાર
#RB6 કંસારકંસાર ઘઉં ના જાડા લોટ માંથી બનાવવામાં આવે છે. અને તેમાં ઘી અને ગોળ હોવાથી એકદમ હેલ્ધી બને છે. પહેલાના જમાનામાં ઘરે કોઈ મહેમાન આવે તો sweet dish માં કંસાર , લાપસી અને સોજી નો શીરો જ બનાવતા. Sonal Modha -
-
-
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#VR#MBR8#cookpadgujarati (સુખડી)શિયાળાની ઋતુ એટલે ઠંડી અને શરીરમાં નવી શક્તિનો સંચાર કરવાની ઋતુ. શિયાળામાં કડકડતી ઠંડી પડતી હોવાથી શરીરમાં ગરમાવટ લાવવી જરૂરી છે.તો આ દરમિયાન લોકો ઘરમાં ગરમાવટ લાવવા માટે વસાલા યુક્ત ખોરાકનું સેવન કરતા હોય છે.આ માટે લોકો અલગ અલગ વસાણા બનાવી લિજ્જત માણતા હોય છે. એમાંની એક છે ગોળ પાપડી.જે બનાવવા માટે ઘઉંના લોટને ઘીમાં શેકી તળેલો ગુંદ, ગોળ,સૂંઠ પાઉડર અને કાટલું, મનપસંદ ડ્રાયફ્રુટ્સ ઉમેરી સરળતાથી અને સહેલાઈથી સ્વાદિષ્ટ અને હેલ્ધી સુખડી બનાવી શકાય છે. Ankita Tank Parmar -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : સુખડીઆપણા હિન્દુ તહેવાર આવી રહ્યા છે તો મીઠાઈ અને નાસ્તા તો બનાવવાના જ હોય તો મે આપણી Tredistional મીઠાઈ બનાવી. Sonal Modha -
કાટલું ગુંદર પાક(Katlu gundar Paak recipe in Gujarati)
#GA4#week15#Jaggery શિયાળામાં ગુંદર પાક એ શરીર માટે ફાયદાકારક છે ખાસ કરીને કમર ના દુખાવા માં ફાયદાકારક છે Rinku Bhut -
કાચું કાટલું(Katlu recipe in Gujarati)
#MW1શીયાળા માટે આ એક ખૂબજ ઈઝી વસાણૂ છે. લેડીઝ ને કમર નો દૂખાવો કોમન હોય છે, આ કાચા કાટલા થી એ દૂખાવામા ઘણો ફર્ક પડે છે. આ કાચૂ કાટલૂ લેડીઝ માટે એક બુસ્ટર ડોઝ છે. Bhumi Rathod Ramani -
-
More Recipes
ટિપ્પણીઓ (3)