ઇન્સ્ટન્ટ લાઇવ ઢોકળા
આ ઢોકળા એકદમ ટેસ્ટી અને પોચા બને છે
#RB8
રાંધવાની સૂચનાઓ
- 1
પુર્વ તૈયારી રુપે રવો અને મકાઇના લોટને દહીં/છાશ નાખી 15 મિનિટ પલાળી રાખો.હવે સ્ટીમર તૈયાર કરી પલાળેલ ખીરામા આદુ/મરચાની પેસ્ટ, મીઠું,ઇનો ફ્રુટ સોલ્ટ, હિંગ, હળદર નાખી ઝડપથી ફીણી લો અને તેલથી ગ્રીઝ કરેલી થાળીમા મુકી 15 મિનિટ માટે સ્ટીમર મા બાફી લો.
- 2
લાલ સુકા મરચાને 10મીનીટ પાણી પલાળી રાખો.ત્યારબાદ લસણ અને પલાળેલા મરચાની પેસ્ટ કરો.તેમા જરુર મુજબ પાણી અને મીઠું ઉમેરી ગરમ કરી ઉકળવા દો.હવે વઘારીયા મા તેલ લઈ થોડુ ગરમ કરી તેમા કાશ્મીરી લાલ મરચુ પાઉડર નાખી ગરમ ચટણી મા ઉમેરી દો.
- 3
ઢોકળા ઠંડા થાય એટલે સર્વિંગ પ્લેટ મા લઇ ઉપરથી લસણની ચટણી સ્પ્રેડ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16284752




ટિપ્પણીઓ