સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને એક વાસણ માં લઇ બરાબર ધોઈ 4 5 કલાક માટે પલાળી દો. પલાળવા માં બહુ પાણી ન નાખવું માત્ર સાબુદાણા ડુબે એટલું જ પાણી નાખવું. બટાકા અને મરચા ને કાપી લેવા
- 2
1 વાસણ લઈ તેમાં તેલ ઉમેરો તેલ ગરમ થાય એટલે તેમાં બટાકા મરચા ઉમેરી સહેજ મીઠું નાખી ચડવા દો.
- 3
બટાકા ચડી જાય એટલે તેમાં હળદર મરચું ધાણા જીરું ઉમેરી તેને હલાવી ઢાંકી અને 5 મિનિટ માટે થવા દો. સાબુદાણા માં ખાંડ, લીંબુ અને સાબુદાણા ના ભાગ નું મીઠું ઉમેરી દો.
- 4
બટાકા માં મસાલો ભળી જાય એટલે લીંબુ ખાંડ મીઠા વાળા સાબુદાણા ઉમેરી હલાવી લો.કોથમીર નાખી ફરી હલાવો. શીંગ દાણા નો ભૂકો ઉમેરી હલાવી અને ઢાંકી દો
- 5
થોડું ગરમ થાય એટલે કોથમીર થી ગાર્નિશ કરી દહીં સાથે પીરસો
- 6
ગળપણ અનુસાર ખાંડ વધુ ઓછા પ્રમાણ માં ઉમેરી શકાય. એ સિવાય આખા શીંગ દાણા એ નાખી શકાય.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16443150














ટિપ્પણીઓ