સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668

સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 કલાક 15 મિનિટ
2 લોકો
  1. 1.5 કપસાબુદાણા
  2. 2 નંગમીડીયમ બટાકા
  3. 2 નંગનાના લીલા મરચા
  4. ખાંડ જરૂર મુજબ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2લીંબુ
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીલાલ મરચું
  9. ચપટીજીરું
  10. 1 મોટો ચમચોતેલ
  11. 1 ચમચીધાણાજીરું
  12. 1/2 વાટકીશીંગ દાણા નો ભૂકો
  13. 1/2 વાટકીકોથમીર

રાંધવાની સૂચનાઓ

5 કલાક 15 મિનિટ
  1. 1

    સાબુદાણા ને એક વાસણ માં લઇ બરાબર ધોઈ 4 5 કલાક માટે પલાળી દો. પલાળવા માં બહુ પાણી ન નાખવું માત્ર સાબુદાણા ડુબે એટલું જ પાણી નાખવું. બટાકા અને મરચા ને કાપી લેવા

  2. 2

    1 વાસણ લઈ તેમાં તેલ ઉમેરો તેલ ગરમ થાય એટલે તેમાં બટાકા મરચા ઉમેરી સહેજ મીઠું નાખી ચડવા દો.

  3. 3

    બટાકા ચડી જાય એટલે તેમાં હળદર મરચું ધાણા જીરું ઉમેરી તેને હલાવી ઢાંકી અને 5 મિનિટ માટે થવા દો. સાબુદાણા માં ખાંડ, લીંબુ અને સાબુદાણા ના ભાગ નું મીઠું ઉમેરી દો.

  4. 4

    બટાકા માં મસાલો ભળી જાય એટલે લીંબુ ખાંડ મીઠા વાળા સાબુદાણા ઉમેરી હલાવી લો.કોથમીર નાખી ફરી હલાવો. શીંગ દાણા નો ભૂકો ઉમેરી હલાવી અને ઢાંકી દો

  5. 5

    થોડું ગરમ થાય એટલે કોથમીર થી ગાર્નિશ કરી દહીં સાથે પીરસો

  6. 6

    ગળપણ અનુસાર ખાંડ વધુ ઓછા પ્રમાણ માં ઉમેરી શકાય. એ સિવાય આખા શીંગ દાણા એ નાખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
પર

Similar Recipes