મકાઇ નો ઓળો (Makai Oro Recipe In Gujarati)

મકાઇ નો ઓળો (Makai Oro Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ને બાફી લેવી પછી તેને શેકી લેવાં. પછી થોડી ક્રશ કરવી ને થોડી એમજ રાખવી.
- 2
હવે એક વાસણમાં ઘી,તેલ,બટર કરવા મૂકવું પછી તેમાં,જીરું ઉમેરવું ને પછી તેમાં તજ, તમાલપત્ર, લવિંગ, સુકા મરચા, એલ્ચો, ઇલાયચી નો વઘાર કરવો. પછી તેમાં આદુ મરચા ને લસણ ની પેસ્ટ ઉમેરો.
- 3
પછી તેમાં ડુંગળી ને ઝીણી સમારી ને ઉમેરો ને પછી તેમાં મીઠું ઉમેરો ને થોડી વાર ચડવા દો. પછી તેમાં ટામેટા ને ઝીણા સમારી ને ચડવા દો.પછી તેમાં ખસ ખસ, મગજતરી ના બી ને કાજુ ઉમેરો ને તેને ચડવા દો.
- 4
પછી તેમાં બધા મસાલા કરવા. તેમાં, કિચન કિંગ મસાલો, મરચું, હળદર, ધાણાજીરૂ ઉમેરી ને બધું મિક્સ કરવું. પછી તેમાં થી તેલ છુંટે ત્યાં સુધી પકવવું.પછી ગેસ બંધ કરી ને ઠંડુ થવા માટે મૂકવું
- 5
હવે તેને ક્રશ કરી ને તેને ફરી નોનસ્ટિક માં તેલ ગરમ કરી ને આ ગ્રેવી ને ફરી તડકો લાગવી ને હવે તેમાં ક્રશ કરી ને રાખેલ મકાઇ ઉમેરવી ને. સાથે થોડા આખા દાણા પણ ઉમેરવા.
- 6
પછી તેમાં થી તેલ છુંટું પડે એટલે તેમાં એક ચમચી મલાઈ ઉમેરવી ને ૫ મિનિટ પક્કવું. ને પછી નીચે ઉતરી તેને સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (2)