મિક્સ વેજીટેબલ ઢોકળા (Mix Vegetable Dhokla Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખા પલાળવાના છે. તો તેની માટે કોઈપણ એક માપ ની વાટકી લેવી. 3 વાટકી ચોખા ઉમેરવા. (આપણે ખીચડીયા ચોખા લેવાના છે.) હવે તેની સાથે 1વાટકી ચણાની દાળ લેવી અને ત્રણ જેમ એક નો રેશિયો લેવાનો છે. હવે આ દાળ અને ચોખાને પાણીમાં બે થી ત્રણ વાર સાફ કરી લેવાના છે. આપણે 3વ્યક્તિ માટે ઢોકળા બનાવવાના છે.
- 2
હવે દાળ અને ચોખાને સરસ પાણી વડે સાફ કરી તેને પાણીમાં પલાળવાના છે તો તેના માટે બંને વાસણમાં પાણી ઉમેરી દાળ અને ચોખાની ઉપર થોડું પાણી આવે તે રીતે પાણી ઉમેરવાનું છે અને તેને ઢાંકી ચાર થી પાંચ કલાક માટે પલાળવા મૂકી દેવા. ચાર થી પાંચ કલાક પછી ચોખા અને દાળ સરસ રીતે પલળી જાય પછી તેમાંથી પાણી કાઢી લેવાનું છે.
- 3
હવે એક મિક્સર જાર લેવું અને તેમાં અડધા ચોખા જારમાં ઉમેરવા અને સાથે એક કળચી ખાટી છાશ, 1/2 ચમચી મીઠું, ચપટી હળદર ઉમેરવી. ત્યારબાદ મિક્સર નું ઢાંકણ બંધ કરી તેને smooth રીતે પીસી લેવું.
- 4
હવે આ પીસેલા ચોખાને તપેલીમાં કાઢી લેવા અનેbદાળ-ચોખા ના મિશ્રણને સરસ રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી પાંચ થી છ કલાક ફર્મેન્ટેશન માટે મૂકી દેવું.
- 5
આ બેટરમાં ચપટી હળદર નાખવાથી ઢોકળાના બેટર નો કલર light yellow જેવો તૈયાર થાય છે.
- 6
હવે આ તૈયાર થયેલા ઢોકળાના બેટર માંથી એક વાસણમાં ત્રણ ડોયા જેટલું બેટર લેવું અને તેના માટે એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ, 1 ચમચી જેટલું કાપેલું લીલું લસણ, લીલા સમારેલા ધાણા, થોડું એવું ઝીણું સમારેલું કેપ્સિકમ, ૧ નંગ ઝીણું ખમણેલું ગાજર અને બે થી ત્રણ ચમચી જેટલી ખમણી દુધી તે લેવાની છે.
- 7
હવે ઢોકળીયાની એક પ્લેટને બ્રશની મદદથી તેલ વડે ગ્રીસ કરી લેવી અને તૈયાર કરેલું ઢોકળાનું બેટર ડીશમાં ઉમેરી દેવું અને આ ડીશને સેટ કરી લેવાની છે.
- 8
તેની ઉપર લાલ મરચું પાઉડર sprinkle કરવું અને ૧૦ થી ૧૨ મિનીટ માટે ગેસ ની હાઇ ફ્લેમ ઉપર રાખી. ઢાંકણ બંધ કરી ચડવા દેવું.
- 9
હવે બાર મિનિટ પછી ઢાંકણ ખોલીને ચપ્પુની મદદથી ચેક કરવું. જો ચપ્પુ માં બેટર ચોંટે નહીં તો સમજવાનું કે ઢોકળા સરસ ચડી ગયા છે.
- 10
આ ઢોકળાને એક સર્વિંગ ડીશમાં મૂકી દેવા
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ