હોલસમ ખીચડી

Mansi Patel
Mansi Patel @cook_37572365

હોલસમ ખીચડી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. ૧/૪ કપચોખા
  2. ૩/૪ કપ પીળી મગની દાળ
  3. ૧ કપખમણેલી દૂધી
  4. ૧ કપખમણેલા ગાજર
  5. ૧/૨ ટેબલસ્પૂનઘી
  6. ૧ ટીસ્પૂનજીરૂ
  7. 1ચપટીભર હીંગ
  8. મરી
  9. તમાલપત્ર
  10. લવિંગ
  11. ૧/૨ ટીસ્પૂનહળદર
  12. મીઠું, સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચોખા અને પીળી મગની દાળ સાફ કરી, ધોઇને ૧૫ મિનિટ સુધી જરૂરી પાણીમાં પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.

  2. 2

    એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.

  3. 3

    જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, કાળા મરી, તમાલપત્ર અને લવિંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.

  4. 4

    પછી તેમાં દૂધી અને ગાજર મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.

  5. 5

    તે પછી તેમાં પીળી મગની દાળ, ચોખા, હળદર, મીઠું અને ૩ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.

  6. 6

    પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.

  7. 7

    આ ખીચડીને હલકા હાથે જેરી લો અને તાજા દહીં સાથે તરત જ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mansi Patel
Mansi Patel @cook_37572365
પર

ટિપ્પણીઓ

Similar Recipes