ઝટપટ રસમ (Jhatpat Rasam Recipe In Gujarati)

#cookpadindia
આ રસમ શિયાળા માં સૂપ ની જેમ ગરમગરમ પીવા ની ખૂબ જ મજા પડે છે. શરદી માં પણ આ સારો રહે છે. અહીં મે તુવેર દાળ ના ઉપયોગ વગર એકદમ ઝડપ થી બની જાય એમ બનાવ્યું છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આંબલી ને ગરમ પાણી માં દસ મિનિટ પલાળી લો. બીજી બાજુ ચોપર માં ટામેટાં, મરચું, લસણ, કોથમીર ને બારીક ચોપ કરો. દસ મિનિટ પછી આંબલી ને હાથ વડે મસળી તેનું પાણી ગાળી લો. આ પાણી માં ચોપર માં ચોપ કરેલી સામગ્રી ઉમેરી બધું જ હાથ વડે એકદમ મસળી લો.
- 2
ત્યારબાદ માટી ની કડાઈ માં તેલ લઇ તેમાં જીરું, મરચું એક, હિંગ, મીઠો લીમડો લઇ વઘાર કરો. તેમાં આંબલી અને ટામેટાં નું મિશ્રણ હાથ વડે મસળ્યું હતું તે ઉમેરી તેમાં હળદર, મીઠું, મરચું, મરી નો ભૂકો,રસમ પાઉડર ઉમેરી ઉકાળી લો. બસ તો તૈયાર છે ગરમ ગરમ રસમ.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ