કાઠીયાવાડી બેસન સેવની સબ્જી (Kathiyawadi Besan Sev Sabji Recipe In Gujarati)

સેવનુ શાક ખાવુ હોય અને તળેલી સેવનો ઉપયોગ ના કરવો હોય તો આ રીતે શાક બનાવો, સેવનુ શાક ખાતા હોય એવુ જ લાગશે
કાઠીયાવાડી બેસન સેવની સબ્જી (Kathiyawadi Besan Sev Sabji Recipe In Gujarati)
સેવનુ શાક ખાવુ હોય અને તળેલી સેવનો ઉપયોગ ના કરવો હોય તો આ રીતે શાક બનાવો, સેવનુ શાક ખાતા હોય એવુ જ લાગશે
રાંધવાની સૂચનાઓ
- 1
બેસનમાં મીઠું, મરચુ,હળદર,ધાણાજીરુ અને હીંગ નાંખીને ભજીયા જેવુ ખીરુ બનાવો.લસણ, આદુ,મરચાની પેસ્ટ રેડી કરો. છાસ રેડી રાખો.તેલ ગરમ કરવા મુકીને રઇ, હીંગનો વઘાર કરીને લસણ, આદુ,મરચાની પેસ્ટ વઘારો.તે સંતળાય જાય એટલે તેમાં લાલ મરચુ નાંખીને તરત જ છાસ નાંખી દો. હલાવતા રહો.
- 2
છાસમાં મીઠું,હળદર,ધાણાજીરુ નાંખી દો. ઉકળવા માંડે એટલે અક ઝારી લો. તેને છાસ વાળા લોઢીયાની ઉપર રાખીને થોડુ થોડુ ખીરુ હાથમાં લઇને ઝારી પર ઘસો. ગેસ મીડીયમ રાખો જેથી છાસ ઉકળતી રહે. છાસમાં સેવ જેવા શેઇપનુ બેસન પડવુ જોઇયે.વચ્ચે વચ્ચે હલાવતા રહો.
- 3
આ રીતે બધા જ ખીરાની સેવ પાડી લો. પછી ગેસ એકદમ ધીમો કરીને ઉકળવા દો. બેસન ચઢી જાય અને જોઇયે એવી કન્સીસ્ટન્સી આવે એટલે ગેસ બંધ કરીને ગરમા ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
- લીલા લસણ ફૂદીના ચટણી (Lila Lasan Pudina Chutney Recipe In Gujarati)
- આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
- હરિયાળી ગ્રીન ગાર્લિક ચટણી નાન (Hariyali Green Garlic Chutney Naan Recipe In Gujarati)
- હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
- મસાલા ધૂધરા (Masala Ghughra Recipe In Gujarati)







ટિપ્પણીઓ (2)