રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે ગૅસ પર ગાયનુ દૂધ ઉકાળી, તેની અંદર લીંબુ ઉમેરી, દૂધ ફાળી છૈના તૈયાર કરીશું.બીજી બાજુ ગૈસ પર એક પેન મા ખાંડ અને પાણી ઉમેરી ચાસણી તૈયાર કરીશું.પછી છૈના ને હથેળીથી ખૂબ જ મસળી નાના ગોળા વારી લેવા.ઉકળતી ચાસણી મા ગોળા નાંખી ઢાંકણ ઠાંકીને ૫ મિનિટ high flam અને ૭ મિનિટ low flam પર થવા દઈ ગુલ્લા તૈયાર કરવા.
- 2
એક પેનમા મલાઇદાર દૂધ લઇ ઊકાળવુ.દૂધ ઉકળી ગયા બાદ તેમા ખાંડ નાંખી ૧૫ મિનિટ ઉકાળવું.અંદર બધા સૂકામેવા, એલચી પાવડર, કેસરવારુ દૂધ ઉમેરી હલાવી ર વાટકી દૂધ કાઢી લઈ તેમા ફાલુદા સેવ ઉમેરવી.એ દૂધ સાઈડ મા ઠંડુ થવા દેવુબાકી રહેલા દૂધમાં ગુલ્લા અને અગર અગર પાવડર નાંખી ૫ મિનિટ ઉકાળી ગૈસ બંધ કરી દઈ રસમલાઈ ઠંડી થવા દેવી.સીલિકૉન મોલ્ડ માં પહેલા પિસ્તા,પછી પાલકનો રસ અને બાદમાં રસમલાઈ નાખી ફીજ માં ૩૦ મિનિટ સૅટ કરવું.સૅટ થયા બાદ અનમોલડ કરવું.બિસ્કીટનો ભૂકો અને કૉનફલેકસ મા ચૉકલેટ સૉસ ઉમેરી દાણાદાર મિસરન તૈયાર કરવું.
- 3
એક પ્લેટમાં સૌથી પહેલા ચોકલૅટવાળું દાણાદાર મિસરન પાથરવું.પછી સૅટ થયેલ ઠંડી રસમલાઈ, બાદમાં ફાલુદા ની સેવવાળું ઠંડુ દૂધ પાથરી, ચૉકલેટથી સજાવટ કરી સવૅ કરવું.
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ