રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર ને સમારી મીક્સર માં ભરી મરચાં લસણ મીઠું જીરુ ખાંડ લીબુ નો રસ થોડુ પાણી નાખીને જાડી ચટણી બનાવવી.અળદ ની દાળ ચોખા ને ધોઇ 7 થી 8 કલાક પલાળવા. પછી કકરુ માં દળી લેવુ.મરી ને અધકચરા વાટે લેવા.
- 2
ઢોકળયા માં બાફવા મુકતી વખતે ખીરા મા મીઠુ નાખીવુ.થાળી મા તેલ લગાવીને ખીરું પાથરી 2 થી 3 મીનીટ બફાવા દેવુ.થાળી બહાર કાઢી ચટણી લઞાવી ઊપર ફરી ખીરું પાથરી ઊપર મરી છાંટવો.પછી 2 થી 3 મીનીટ બફાવા દેવુ.
- 3
ઠંડુ થવા દેવું પછી વઘારીયા માં તેલ મૂકી રઈ મુકી તતડે પછી તલ અને લીમડો નાખીને કટ કરેલા ઈદડા પર રેડી પીરસવુ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9865077










ટિપ્પણીઓ